________________
વણતા અને બીજી તરફ દુહાઓ રચતા, પદે અને ભજને બનાવતા. તેની સાથે આગંતુકોને સત્સંગ તે રહેતો જ. *
એકવાર કબીરજી જલદી કપડું વણતા હોય છે. એક સત્સંગ-પ્રેમી તેમને પૂછે છે. આજે કેમ જલદી વણે છે.'
' , " બીરજી કહે છે. વેપારીને સાંજે તાકો પહચાડીશ તો મારી મળશે અને ઘરમાં અનાજ લાવી શકીશ.'
પેલા ભાઈ કહે છે. તમારે તે ઘણા શ્રીમંત શિષ્યો છે. કોઈ એકને કહેશે તે અનાજને પ્રબંધ થઈ જશે. પછી શા માટે આટલી તકલીફ કરો છો ?' - કબીર કહે છે. “ઈશ્વરે આપેલા બે હાથ સાબુત છે, પછી બીજા પાસે શા માટે માંગવું જોઈએ ? કામ કરી શકે છતાં જે આળસુ રહે તે ઇશ્વરને ગુનેગાર છે”
પેલા ભાઇ નિરૂત્તર થઈ ગયા.
કબીરજીએ હિંદુ-મુસ્લિમ બન્ને ધર્મમાં પેસી ગયેલી અનેક જડ માન્યતાઓ અને અંધ વિશ્વાસને સીધા-સાદા શબ્દોમાં કહીને દુર કર્યા. હિંદુ-મુસ્લિમ એકતાની તેમની વાતો આજે પણ એટલી સ્પષ્ટ અને ગંભીર છે. જાતિવાદનાં તે તેમણે મળિયાજ ઉખેડી નાખ્યાં હતાં. તાછૂતની તે ખુબ જ ઝાટકણી કાઢતા હતા.
એક વખત હરપાલ નામને એક બ્રાહ્મણ તૃષાતુર થઈને પાછું ભરતી કમાલી પાસે પાણી માંગે છે. તે ઘડામાંથી ગાળેલું સાફ પાણી આપે છે. પાણું પીધા પછી તે પૂછે છે. “તમારી જાત કઈ છે?” . કમાલી કહે છે. નાતજાતમાં અમે માનતા નથી. બધા માનને સાહેબનાં પુત્ર ગણુએ છીએ. પણ ધધા તરીકે અમે મુસલમાન વણકર ઓળખાવીએ છીએ. .. પેલો બ્રાહ્મણ ધગધગી ઊઠે છે. “અરે હું જાતિ શુદ્ધ બ્રાહણ ! અને તું મને વટલાવી માર્યો !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com