________________
૧૦૯
જાય છે. એક દિવસ એમની ચાખડીઓ કેઈની સાથે અથડાય છે. એકદમ બૂમ પડે છેઃ “અરે...મારા કાનનો પડદો ભૂટી ગયો !”
કરૂણા સ્વામી રામાનંદજીનું કોમળ હૈયું દ્રવી ઉઠે છે. તરત હાથ પકડીને એ વ્યકિતને ઉઠાડે છે. એ હતા કબીર. તેમના કાનમાં પ્રભુનું નામ લેવાનો આદેશ આપે છે. તે દિવસથી કબીર રામાનંદના ગૃહસ્થ શિષ્ય બને છે.
કબીરજી તે દિવસથી ઊંડા તત્વજ્ઞાનમાં ઊતરીને સાર કાઢે છે. કાશી અને કાબા, મક્કા અને પ્રયાગ, રામ અને રહીમ, કૃષ્ણ અને કરીમ, એ બધા એક છે; એમ કહે છે. લોકોને ઈશ્વર-અલ્લાહ એક જ છે, તે સમજાવે છે. પરિણામે કાશીના ધાર્મિક-જગતમાં વિરોધીઓને વટાળ ચડે છે. તેમની અગ્નિ પરીક્ષા રૂપે હિંદુ-મુસ્લિમ નેતાઓ વારાણસીના ન્યાયાધીશ આગળ ફરિયાદ કરે છે: “કબીર બન્ને કોમમાં ઉશ્કેરણું કરે છે !”
કબીરને ન્યાયાધીશ પૂછે છે: “તમે બન્ને ધર્મોને એક કહી બન્નેનાં દિલને આઘાત પહોંચાડે છે. બને કોમના નેતાઓએ તમારા ઉપર આ તહેમત મૂક્યું છે. બોલે તેને શું જવાબ છે ?”
કબીરજી કહે છે કેઃ “માણસનુ દિલ એક મંદિર છે, તેમાં સાહેબ વસે છે. એટલે ખરી રીતે કોઇનું દિલ ન દુભવવું જોઈએ. બધા જ ઈશ્વરના પુત્રો છે,' એમ હિંદુઓ કહે છે. તેમજ “બધા અલ્લાહના બંદા છે, એમ મુસ્લમાને કહે છે. પછી રામ અને રહીમના નામની શા માટે લડાઈ જોઈએ ? તેનાં કરતાં ભેદભાવ ભૂલીને એક્ય થાય છે તે ઈશ્વર કે ખુદાને વધુ ગમશે. મારી વિરૂદ્ધ ફરિયાદ કરવા જેમ બધા ભેગા થયા છે, તેમ તેઓ ઈશ્વરને ભજવા એક થાય? એજ હું કહું છું .
ન્યાયાધીશે તેમને નિર્દોષ છોડી દીધા.
કબીરનાં લગ્નજીવન અંગે ખાસ જાણવા મળતું નથી. જમની નિરાધાર બાળા તેમના અપૂર્વ જ્ઞાનથી વારી જાય છે. તે સાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com