SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ બે બેલ - મુનિશ્રી સંતબાલજીને તમે સૌ જાણે છે. તેઓ એક ક્રાન્તિકારી જે સાધુ છે. તેઓ આત્મસાધનામાં મગ્ન રહેવા છતાં સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિમાં સક્રિય માર્ગદર્શન અખંડપણે અહેનિશ આપતા રહે છે. તેઓશ્રી માને છે કે હવે માત્ર ઉપદેશથી કામ નહીં ચાલે પણ જે સમાજ-જીવન ચૂંથાઈ ગયું છે; ડગલે ને પગલે અશાન્તિ દેખાય છે તેના નિરાકરણ માટે સાધુસંતોએ સક્રિય માર્ગદર્શન આપવું જોઈશે. આ તે જ બની શકે જે સાધુસાધ્વીઓ પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહને મેહ છોડે અને સાંપ્રદાયિકતામાંથી મુક્ત બની, સર્વધર્મને અભ્યાસ કરે. આમ કરવાથી આપોઆપ ગ્રામજનતાનો અને આમજનતાને સંપર્ક આવી જશે. આજે કોઈ પણ એક પ્રશ્ન કે એક જ ક્ષેત્રના અનેક પ્રશ્નો લેવાથી સમાજ વ્યવસ્થા પૂર્ણ નહીં બને. જે ધર્મમય સમાજરચના ઊભી કરવી હશે તે માનવજીવનમાં ઊભા થતા સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય અને દરેક ક્ષેત્રના પ્રશ્નોને સર્વાગી વિચાર કરવો પડશે. અને અમલ પણ સંસ્થા દ્વારા જનતા વાટે કરવો પડશે. પ્રાચીન કાળમાં યુગાનુરૂપ આમ થતું હતું; એટલે જ ભારતની સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ બની છે; અને આજ સુધી ટકી છે. આપણે ત્યાં ઘરના ધર્મની ચોકી સ્ત્રીઓ કરતી એટલે કુટુંબ હસભર અને પવિત્ર રહેતું. સમાજની ચકી બ્રાહ્મણે કરતા, તેઓ કયાંય વ્યસન, અપ્રમાણિકતા કે ગેરરીતિઓ પેસી ન જાય તેને માટે સતત ક્રિયાશીલ રહેતા; તેથી દેશ નીતિસભર રહે છે. અને સંતો આખા દેશમાં પરિભ્રમણ કરી સંસ્કૃતિની એક અખંડપણે કર્યા કરતા હતા. રાજ્ય પણ સંતે, બ્રાહ્મણોને આધીન રહીને ચાલતું. આ બધાના કારણે સમાજ શાન્તિથી જીવતો અને અધ્યાત્મલક્ષી રહી શક્તો; કોઈ જાલીમ દુષ્ટ કૃત્ય કરનાર નીકળતો તે રાજ્ય તેને યોગ્ય નશ્યત કરતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક થવા લાગ્યાં છે. વિનાને દોટ મૂકી છે. એટલે મહારાજશ્રી એ જ પુરાણી સંસ્કૃતિને નજરમાં રાખી, યુગાનુરૂપ નવી ઢબે સમાજ વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034810
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy