________________
૩૮
વધારે જવાબદારી રહે છે. બીજા પ્રકારના લેકે એટલે હિંસક, ઝનૂની કે દાંડતો હોય છે. ત્યારે ચોથા પ્રકારના લે નિષ્ક્રિય, આળસુ હોય છે. એવા લેકેથી કોઈ પણ પ્રકારના સમાજ વિવેકની આશા રાખવી વધારે પડતી છે. એવા તામસી લેકે જ્યાં વધારે હોય તેવા સમાજમાં અનિષ્ટને વધારે થતો હોય છે, અને સમાજ દુખી, અવ્યવસ્થિત અને અશાંત થતો હોય છે. ગાંધીજીનું આત્મદમન અને પરદમન:
આત્મદમન સાથે પરદમનની વાતને વધુ સમજવા માટે આપણે મહાત્મા ગાંધીજીના જીવન પ્રસંગે લઈએ.
હરિજન આશ્રમમાં એકવાર ગાંધીજીના નાના પુત્રે મીઠું લેવાની હઠ કરી. આશ્રમને નિયમ હતો કે મીઠું વાપરવું નહીં. કસ્તુરબા કંઈક નરમ થયા પણ ગાંધીજીએ સાફ કહી દીધું કે આપણે કરેલા નિયમનું પાલન આપણે કરવું જ જોઈએ.
બાળકે હઠ પકડી કે નહીં ખાઉં. બાપુએ સાફ કહી દીધું કે ખાવું હોય તો ખા ! પણ મીઠું નહીં મળે ! તે સાથે બાપુને નિયમ હતો કે બધા ન ખાય ત્યાં સુધી તેઓ ન ખાતા! હવે છોકરે ન ખાય તે બાપ કયાંથી ખાય! સાંજ સુધી બાપ-દીકરા બન્નેએ ન ખાધું. પણ પછી દીકરાએ મીઠું મૂકી દીધું અને તેની આદત સુધરી તે વખતે બાપુ જરાક ઢીલા પડ્યા હોત તો આશ્રમમાં કોઈ નિયમ ટક્ત જ નહીં. આમ આભદમન સાથે પરદમન તેમણે કર્યું.
ઘણું લેકે કહેશે કે જેની બુદ્ધિ ખિલી નથી, એવા બાળક ઊપર આવું દબાણ લાવવું જરૂરી છે? બાળકમાં તે પાડે તેવી ટેવ પડે એટલે આમ કરવું જરૂરી છે. તેમાં પણ સ્વજને માટે તે વધુ કડક થઈએ તે જ નિયમે ટકી શકે. એટલે એમ કરવું અનિવાર્ય બને છે.
એક બાળક માંદુ છે. વૈદે તેને દૂધ સિવાય કંઈ પણ આપવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com