________________
૨૫
હિંસા કે અહિંસા :
અહિંસાનું આમ ખેડાણ થવા છતાં ઘણીવાર એવા પ્રસંગે ઊભા થાય છે જ્યારે સહેજે હિંસા જોર પકડે છે, ત્યારે શું કરવું? હિંસાને ઉત્તર પ્રતિહિસા નથી જ; જે સમજાવટ કે વાટાઘાટથી વસ્તુનો નિકાલ આવી શકતો હોય તે તે કરવું વધારે સારું છે!
અશોકથી લઈને ગાંધીજી સુધી જે કંઈ કરી શક્યા તે અહિંસાના બળે જ થયું છે. જોકે ચંગેઝખાન, નાદિરશાહ કે મહમ્મદ ગેરીને યાદ રાખવા માગતા નથી કારણ કે લેકેને હિંસા-વિનાશનું સ્વરૂપ ગમતું નથી. હિંસાથી હિંસાના ગુણાકાર થાય છે અન્યાયનો નાશ થતો નથી. એટલે જ તલવારથી અન્યાયને પ્રતિકાર થઈ શકશે પણ તેના કરતાં અહિંસાથી સામને થાય તે હિંસા વધશે નહીં. સહુથી વધુ જવાબદારી સાધુઓની
તે, આવી અહિંસાના પ્રચાર માટે, એને સમાજવ્યાપી બનાવવા માટે જે કોઈની પણ મોટી જવાબદારી હોય તે તે સાધુઓની છે કારણ કે તેમને સીધો સંબંધ ધર્મ સાથે છે. રાજ્યની અહિંસાની એક મર્યાદા હોય છે. રાજ્ય ઉપર આધાર રાખનાર પ્રજા પણ તોફાને વ. વખતે હિંસાના સાધનો આગ્રહ રાખતી હોય છે. તે વખતે સાચા લેકસેવકે અને સાધુઓની ફરજ છે કે પ્રજાસંગઠન દ્વારા પ્રજાને અહિંસાને માર્ગે દેરે, તાલીમ આપે. આજે એમ મનાય છે કે મતભેદ વગેરે ધર્મના કારણે ઊભા થયા છે, તે હવે ધમેં જ તેને સાંધવાના છે. જેમ દરછ કપડું વેતરે છે પછી તેને સાંધે છે એવું જ કાર્ય સાધુઓએ કરવાનું છે.
ઘણાં લોકો કહેશે કે શાસ્ત્રમાં તે સાધુઓ માટે લખ્યું છે કે તેમણે ઉપદ્રવોથી દૂર રહેવું જોઈએ, “ફિR કાળું [ો પરિવણ' સંકલેશ પેદા કરનાર કારણથી દૂર રહેવું જોઈએ. પછી તેફાને, હુલ્લડ કે હિંસા ચાલે ત્યાં તેઓ કઈ રીતે જાય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com