________________
સામુદાયિક અહિંસાના પ્રયોગના તબક્કામાં
ઉપરના ભૂતકાળના પ્રસંગેનું વિશ્લેષણ કરતાં જણાશે કે વ્યક્તિ દ્વારા પ્રેરિત સામુદાયિક અહિંસાના પ્રાગે તબક્કાવાર થતા ગયા છે અને તેમાં સંશોધન ચાલતું રહ્યું છે. ભરત – બાહુબલિથી લઈને અશોક સુધીના શસ્ત્ર-ત્યાગના પ્રયોગો રાજકીય ક્ષેત્રે પણ મહત્ત્વાકાંક્ષા માટે યુદ્ધ ન કરવાનું સૂચવે છે. શિબિર અને શાંતિનાથના જીવનપ્રસંગે શાસન ક્ષેત્રે “ભૂખ” જેવા પ્રસંગોએ પણ બીજાની હિંસા ન કરવાનું સૂચવે છે. નેમિનાથ ભગવાનના જીવનને પ્રસંગ સામાજિક-મંગળ પ્રસંગે હિંસા ન થવી જોઈએ એમ સૂચવે છે. ત્યારે પાર્શ્વનાથ પ્રભુના પ્રસંગો તપ, યજ્ઞ વિ. માં હિંસા ન થવી જોઈએ; એનું નિર્દેશન કરી જાય છે.
આમ આ ભૂમિકા તૈયાર થતી રહી અને ભગવાન મહાવીર તેમજ બુધે એને સમસ્ત જીવનને આવરી લેવા માટે સામુદાયિક પ્રયોગનું રૂ૫ આપ્યું. યજ્ઞમાં બલિદાન આપવામાં માનનાર આખા ક્ષત્રિય અને બ્રાહ્મણ વર્ણનું તેમણે રૂપાંતર કરી નાખ્યું.
ત્યારબાદ અશકે સંપૂર્ણ ભારતમાં જે રીતે હિંસા થતી અટકાવી; પશુનીકલ બંધ કરાવી કે માંસાહાર બંધ કરાવ્ય; તેથી આખી પ્રજામાં અહિંસાને ઝીલવાનું નવું ચૈતન્ય જાગ્યું.
પછીના ઇતિહાસમાં વિદેશી હૂમલાઓ-યુહો વગેરે એકતરફ થતાં રહ્યાં; પણ બીજી તરફ અહીંના સંત-સાધુઓ અને ધર્મગુરુઓ તરફથી - અહિંસાનો પ્રચાર સતત થતે રહ્યો.
પરિણામે ગાંધીજીએ જ્યારે અહિંસાની આ નૈતિક શક્તિને ઓળખી અને લેકેને જાગૃત કર્યા ત્યારે બલિદાન આપવા માટે આગળ આવવા ઘણુયે લેકે તૈયાર થઈ ગયા. સત્યાગ્રહ વખતે, સરઘસ વખતે, સભા વખતે મૂંગે મોઢે પોલિસની લાઠીઓ ખાતા અને કયારેક તેમની ગળીઓના ભોગ બનતા. અહિંસક-સમુદાયનાં દો અદ્દભૂત જ ગણાવી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com