________________
સામુદાયિક અહિંસા
શ્રી. માટલિયાજીએ સામુદાયિક અહિંસાને વિકાસ પરાણિક રીતે વર્ણવતાં કહ્યું કે વરાહાવતારમાં દાઢ, નૃસિંહાવતારમાં નહેર, પરશુરામાવતારમાં ફરસી અને રામાવતારમાં ધનુષ્ય; એમ દુષ્ટોના દંડ માટે હિંસ્ત્ર સાધને વપરાયાં છે; વાનાવતારમાં છળ વપરાયું છે. કૃષ્ણાવતારમાં શસ્ત્રપ્રયાગમાં જાતે ન ભળ્યાનું બન્યું છે. અને ભગવાન મહાવીર અને બુદ્ધ વખતે અહિંસાને સ્પષ્ટ રીતે વિકાસ થયો છે. ગાંધીયુગે આજ પીઠિકા ઉપર સામુદાયિક અહિંસાનું મંડાણ થયું છે. પ્રાચીનકાળમાં રાજા પરીક્ષિત લગી નાગજાતિ વ. સામે લડાયું છે;
જ્યારે વિશ્વામિત્રે બધી જાતિઓને અપનાવી છે, માત્ર રોટીથી નહિ, પણ દીકરીઓની આપ લે કરીને પણ. તેથી જ પાંડવકુળમાં નાગકન્યા, ગાંધર્વકન્યા, રાક્ષસકન્યા વ. સાથે લગ્ન થયાં છે. ભ. કૃષ્ણ તે ગેપ જાતિને અને પડેલી કુંજાને સુંદર બનાવી પ્રતિષ્ઠિત કરી છે. આજે સામુદાયિક અહિંસા પ્રયોગના ચાર તા!
હવે આ અહિંસાને ચાર પ્રકારે વિચારવી પડશે -(૧) સમાજનું પરિવર્તન કરવામાં અહિંસા, (૨) દુષ્ટ તત્ત્વોને દબાવવામાં અહિંસા. (૩) પિતાના વિચાર પ્રચારમાં અહિંસા અને (૪) નારી જાતિ તથા પછાત વર્ગોને પ્રતિષ્ઠિત કરવામાં અહિંસા. આ ઉપરાંત ગામડાં, મજૂરો. ગ્રામોદ્યોગી વ.ની સામેના વર્ગોની સામે અહિંસા. ટૂંકમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રાજકીય, એમ બધા ક્ષેત્રોમાં સામુદાયિક અહિંસા પ્રયોગ જલદી વિચારવા પડશે.
તા. (૨૧-૭–૧૧).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com