________________
૧૭
ખેડૂતમંડળના કાર્યક્રમને લીધે તેમની સાથે મને પરિચય હતે. મેં તેમના આ કાર્યક્રમને વિરોધ કર્યો. પણ સ્થાનિક વેપારીઓ, જેમાં કેટલાક કેગ્રેસીઓ પણ હતા, તેમને સહયોગ વિદ્યાર્થીઓને હતો. તેમણે ખાવાનું, પીવાનું પૂરું પાડયું હતું. અમલદારે ઉપરથી તે મારી પડખે હતા, પણ અંદરથી વલણ નરમ જણાતું હતું. અમારા સાથી લખમશીભાઈને સાથીદારોના દબાણના કારણે દુકાન બંધ કરવી પડી. મેં દુકાન બંધ ન કરી. મારા ઉપર ખૂબ જ દબાણ આવ્યું. સગાંસંબંધીઓએ પણ બહુ પ્રયત્નો કર્યા. ખેડૂતો, ખેડૂતમંડળના કારણે મારી મદદે આવતા ગયા તેમ તેમ વિદ્યાર્થીઓ ઉશ્કેરાતા ગયા. તેમણે મને અને ખેડૂતમંડળ બનેને ગાળો આપવી શરૂ કરી.
રાત્રે અમે ગ્રામસભા જી; તે ન થવા દેવી, એવો વિદ્યાર્થીઓના પ્રશ્નને મે હતે. ભચાઉમાં નવેક હજારની વસતિનાં ત્રીજા ભાગના ખેડૂતે છે. સભા શરૂ થઈ. અને લખમશીભાઈએ હિંસક આંદોલનને વખોડયું. વિદ્યાર્થીઓ વગેરે ખૂબ ઉશ્કેરાયા; પત્થર મારવા શરૂ કર્યા વિદ્યાર્થીઓએ “ખેડૂત મંડળ મુર્દાબાદ”નાં સૂત્રો ઉચ્ચારવા શરૂ કર્યા.
આ સભામાં એક બાબાજી બેઠેલા હતા. તેઓ એ ન સાંખી શક્યા. તેમણે ત્રાડ પાડી; “યહ કયા લગાયા હે? કુછ મનુષ્યતા રખ ! જગતાત મર જાયેંગે તે તુમ કેસે જીઓગે?”
બસ આખું વાતાવરણ બદલાઈ ગયું. બધા વિદ્યાર્થીઓની વિરૂદ્ધ થઈ ગયા તેથી તોફાનીઓને ભાગવું પડયું. પોલિસને અમે અગાઉથી જ કહી દીધેલું કે અમે કેઈના નામ આપશું નહીં, તેમજ કોઈના ઉપર અમારે કામ ચલાવવું નથી.
અંતે સભામાં સર્વાનુમતે તોફાનને વખોડનારો ઠરાવ પસાર થઈ ગયો. ટુંકમાં સાધુના વચનની અસર અને ખેડૂતાના સામુદાયિક અહિંસક શાંતિની અસરને સુમેળ થયો. તે કામ પાર ઉતર્યું. ગુજરાતના વડાપ્રધાનને સુંદર સહાનુભૂતિને સંદેશ આ બદલ આવેલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com