________________
૧૫૯
નવલભાઇએ પાંચ ઉપવાસથી શરૂઆત કરી હતી. કુરેશીભાઈએ હરિજન આશ્રમમાં સાત ઉપવાસ કર્યા હતા. ખાસ કિસ્સામાં કોઈ આમરણાંત ઉપવાસની તૈયારી બતાવે છે તે સંસ્થાની મંજૂરીથી થઈ શકે. જે સંસ્થા કહે કે વચમાં તમારે છેડી દેવું તો તે માટે તૈયાર રહેવું જોઇએ. મતલબ કે શરતી અનશન હોવું જોઈએ.
કાંતણ રેંટિયો : ગરીબોની સાથે અનુસંધાન રહે તેના શ્રમના પ્રતીક તરીકે રેંટિયો હોય છે અને તેનું કાંતણ એકાગ્રતા લાવે છે; તે પણ હેવું જોઈએ.
સફાઈ : શુધ્ધિપ્રયોગ કરનારને છાવણું અને આસપાસની સફાઈ જાતે કરવાની હોય છે. તેથી તે સ્વાવલંબને પાઠ લેકને શીખવી શકે.
પ્રભાતફેરી : સવારમાં પ્રભાતફેરી નીકળે-ધૂન ભજન બેલાય! સારાં સૂત્રોચ્ચારણ થાય! જેમ યોગસાધના અને ક્ષેત્ર વિશુદ્ધિ માટે યોગ ઉપયોગી છે તેમ આ પ્રયોગને અનુકૂળ એવાં સૂવે તૈયાર કરવાં અને બેલવાં જોઈએ. તે બોલાય એટલે લોકો પૂછે કે આ શું? સેવા શું અને સત્તા શું? તે વખતે શાંત પ્રાર્થના દ્વારા એવા પ્રશ્નોને ઉકેલ આપવામાં આવવો જોઈએ.
એક વખત શુદ્ધિપ્રયોગમાં આવેલા ભાઈઓને પિલિસે પૂછયું: “શુદ્ધિપ્રયાગમાં આવેલ ભાઈએ સાચું જ કહેશે ને !” તેમણે ગામમાં બનેલે એક પ્રસંગ સાચી રીતે જણાવ્યું. કઈ ભૂલ ન થાય તે માટેજ ઉપવાસ અને પ્રાર્થનાને મહત્ત્વ આપવામાં આવે છે.
સાંધ્ય-ફેરી : સંધ્યાકાળે ચારથી છ વાગ્યાની વચ્ચે સંધ્યાફેરી નીકળે. તેમાં વિદ્યાર્થીઓ અને બહારથી આવેલા ખેડૂતો ભળે છે. તે વખતે ચકલે ચકલે પત્રિકાનું વાંચન થાય. જાહેર સ્થળોએ ચુંટાડવામાં આવે. તેમાં સૂત્રો હોય છે. તેમજ ગાંધીજીના આધાર-સંસ્થાના અનુભવો વગેરે બધું હોય છે. લેકે પ્રશ્નો પૂછે તેના ખુલાસા કરવાના હેય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com