________________
૧૪૦
ગયો છે અને રાજ્યની જે ચાલુ વ્યવસ્થા છે તેમાં ડખલ કરીને કે ધક્કો પહોંચાડીને આપણે કંઈ પણ નહીં કરી શકીએ !
ઘણને એમ થશે કે સજાને ટેકો આપતાં હિંસા નહીં થાય! અહીં વિચારવાનું એ છે કે કોઈ યોગ્ય રચનાત્મક કાર્યકર કે ધર્મગુરુ વ્યક્તિગત રીતે ગોડસેને પરિચય સાધી, તેનું હૃદય પરિવર્તન કરે અને પગ્ય લાગે તો રાષ્ટ્રપિતાને અરજી કરીને પોતાને અભિપ્રાય જણાવી શકે ! પણ, રાષ્ટ્રપિતાના ખૂનને શહીદીમાં ન ખપાવી શકાય–તેમજ જેને હદય–પલટો થયો નથી તેવા માણસને બચાવી અન્યાયને ટેકે આપવો તે હિંસા જ કહેવાય ને!
બીજો દાખલો કાળુ પટેલના ખૂનને છે. તેના ખૂનીઓ પકડાયા. મારી, રવિશંકર મહારાજની તેમજ ગામના પંચની રૂબરૂ ગૂને કબૂલ કર્યો. પણ, એટલું કહ્યું કે “અમે છૂટીએ તેમ કરજે” ત્યારે અમે સ્પષ્ટ કહ્યું: “તમારે ગુનાને એકરાર કરવો જોઈએ, કોર્ટમાં સાચું બોલવું જોઈએ અને પરિણામે જે સજા થાય તે ભોગવવા તૈયાર રહેવું જોઈએ. સત્યને સહાયક ઈશ્વર છે. પણ વ્યક્તિગત રીતે તમારા કલ્યાણને પ્રયત્ન કરશું !” તેમને સંતોષ થયો હતો. કોર્ટમાં ગયા બાદ કાયદાની ખાંચાખૂંચના કારણે તેઓ નિર્દોષ છૂટી ગયા હતા.
ત્રીજો પ્રસંગ ભાલના એક ગામમાં નાની બાળા ઉપર બળાત્કાર થયો તેને છે. સરકારે કેસ કર્યો પણુ ગુનેગાર સમાજ પાસે માફી માગી. હવે શું કરવું? પ્રા. સંઘ પાસે આ પ્રશ્ન આવ્યો! સંઘે કહ્યું કે અમે શારીરિક સજામાં માનતા નથી, તેમ કોર્ટને ઇન્કાર પણ કરતા નથી. એટલે તમારે તો કોર્ટ જે સજા કરે તે ભોગવવા તૈયાર રહેવું જોઈએ ! બીજી બાજુ ગુનેગારે ભૂલ કબૂલ કરી પશ્ચાતાપ જાહેર કર્યો છે એટલે કાર્યકર અને ફરિયાદ પક્ષ સાક્ષી પૂરાવામાં તટસ્થ રહે. એમ કરવા સમજાવ્યું. તેથી જતું પણ ન બોલાય અને એમ કહે કે હું જાણું છું પણ કંઈ કહેવા માંગતા નથી. એના પરિણામે કોર્ટના નિયમનો ભંગ પણ નહીં થાય! ત્યારબાદ જે કંઈ સજા થાય તે તેણે ભોગવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com