________________
૧૩૨
કેટલાક અનુભવે :
આજની ચર્ચાને પ્રારંભ કરતા શ્રી. માટલિયાએ દરખાસ્ત મૂકી કે શ્રી. અંબુભાઈ આજના મુદા ઉપર સવિશેષ કહે. વર્ગમાં તે દરખાસ્ત મંજૂર થતાં શ્રી. અંબુભાઈ બોલ્યા. તેમની તટસ્થ દષ્ટિ, તર્કોથી સભર સર્વાગી દષ્ટિએ છણાવટ અને પ્રતિપાદક શૈલી આકર્ષક હતી. તેમણે કહ્યું, તેને નીચેડ આ પ્રમાણે છે –
શ્રી. અંબુભાઈ: “લવાદી અંગે સવારે મહારાજશ્રી સંતબાલજીએ જે સિદ્ધાંત મૂક્યા છે તે રીતે જોતાં, આજની લવાદી, વહેવારમાં સાચાં ન્યાયી મૂલ્યોને બદલે ભાંજગડરૂપે જ પરિણમે છે. ખરી રીતે, (૧) ન્યાયનાં નવાં મૂલ્ય સમાજને આપવાં, (૨) નવાં મૂલ્યોનાં ન્યાયવાળો ચૂકાદો આપો અને (૩) ન્યાયનું (નવાં મૂલ્યનું) પાલન કરાવવું–આ ત્રણે બાબતો લઈને આપણે શુદ્ધિપ્રાગને ચકાસવા જોઈએ.
જેમ, આજે રાજ્ય કાયદા ઘડે છે; પણ ચૂકાદે ન્યાયાધીશ આપે છે અને પલિસ દ્વારા એ ચૂકાદાઓનું પાલન કરાવે છે, તેમ હવે ધર્મમય સમાજરચનામાં માનનારી સંસ્થાઓએ માત્ર નવા ન્યાયનું કામ જ નહીં; પણ એવા ચૂકાદા અને ચૂકાદાઓનું પાલન થાય તે આખી પરિસ્થિતિ પલટાવવાનું કામ કરવાનું છે.
સાણંદના શુદ્ધિપ્રયોગની વાત સ્પષ્ટ હતી. પ્રાયોગિક સંધના હાથ તળેની સંસ્થાનાં નાણું, બીજી સંસ્થા ઊભી કરીને લઈ જવાયાં. આ સત્યમાં કોઈને મતભેદ ન હતું. છતાં લવાદીની વાત લાવવામાં આવી; અને એ ભ્રમણામાં સારા એવા કાર્યકરો પણ ભરમાઈ ગયા. સારું થયું કે ભાઈ માટલિયાએ તળથી શેધન કરીને, એક રચનાત્મક કાર્યકરરૂપે જગત આગળ સમયસર સત્ય જાહેર કરી દીધું.
સાળંગપુરની ખેડૂતોની જમીન પહાણ પત્રકમાં ખેડૂતોના નામ ઉપર ન હતી; તે સમાજને મંજૂર હતું; ખેડૂતોને મંજુર હતું. સાળંગપુર મંદિરને મંજુર હતું. છ સાત વીઘાં જમીનને પ્રશ્ન હતે. આમ પ્રશ્ન સાવ સ્પષ્ટ છતાં લવાદીની વાત થઈ. સહુને જે વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com