________________
૧૩૧
ચર્ચા-વિચારણા [ ગયા અઠવાડીયે ચર્ચાના સંદર્ભમાં કેટલાક પ્રશ્નોમાં લવાદ અંગેની વાત હતી. તે આજના વિષયના સંદર્ભમાં હાઈને અહીં રજૂ થાય છે.] કેટલાક પ્રશ્નો !
પૂ. મુનિશ્રી નેમિચંદ્રજી: શુદ્ધિયોગ માટે આ ચાર વાતે વિચારવા જેવી છે :-(૧) લવાદી હોઈ શકે કે નહીં ? (૨) કાનૂનને આશરો લેવો કે નહીં? (૩) નજીવા પ્રશ્નો માટે આવું મહાન સાધન શા માટે લેવું જોઈએ? (૪) જેના ઉપર અન્યાય થયો છે તે પિતે શુદ્ધિપ્રયોગમાં બેસે કે નહીં ?
આ પ્રશ્નોની વિચારણામાં લવાદ અંગેની વાત લેવાઈ અને ચર્ચાને સાર આ પ્રમાણે નીકળ્યો :–
“ભાલ નળકાંઠા પ્રયોગમાંને શુદ્ધિપ્રયોગ સમજાવટ, અસહકાર, બહિષ્કાર વગેરે બધા ઉપાય પછી આવે છે. જે રાજ્ય ન્યાય માટે સંસદ ઉપર લવાદ હેત નથી; સર્વોચ્ચ અદાલત ઉપર લવાદ હતો નથી; તે લોકો અને લેકે ઉપરની તૈતિક સંસ્થા પ્રાયોગિક સંધને શુદ્ધિ પ્રયોગ થાય. ત્યાં લવાદ કેમ હાય ! હાય શકે જ નહીં.
સાણંદને પ્રશ્ન ચોક અને ચટ હતો છતાં લવાદની વાત લાવતા હતા; તે ભરમાવવા ખાતર જે લોકો લવાદનું તત્વજ્ઞાન જાણતા નથી
અને ન્યાયને બદલે સમાધાનમાં માને છે તે ન્યાયને નામે ભલે ભરમાય; પણ લવાદ એટલે ભાંજગડ નહીં, પણ શુદ્ધ ન્યાયશોધક તત્વ લઈએ તો શુદ્ધિપ્રયોગમાં જનતા શુદ્ધ થઈને ખુદ લવાદ જેવી બની જાય છે. સાણંદની જનતા અને માટલિયા જેવા રચનાત્મક કાર્યકરોનાં નિવેદને, એ લવાદની સિદ્ધિ છે. આથી રવિશંકર મહારાજે પણ તેમને વખાણત પત્ર ત્યારે લખ્યો હતો. [ અહી હવે આજ દિનાંકની ચર્ચા વિચારણું આપવામાં આવે છે. સં.] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com