________________
૧૧૭
તેવીજ રીતે જેને ટેકો આપીએ તેની સામે જ વિરોધ કરીએ તન્યાય સંગત નથી; પણ લેકશાહીની વિરહજ સંસ્થા જતી હોય તો તેની સુધારણ કરવી; વિરોધ કરે અને ધ્યાન ખેંચવું, એ એનો માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ નથી, પણ એનું ઘડતર કરવા માટે છે. આ બહુજ વિચારવાની વાત છે!
એજ પ્રશ્ન હડતાલન છે. કાનૂન ભંગ ન થાય તે ખરૂં; પણ અનિષ્ટ થતાં હેય. અન્યાય ચાલતું હોય તે હડતાલ પાડવી કે નહીં?
એમ કરવામાં જાહેર દિલન કરવું પડે પછી ગમે તેટલી શાંતિની વાત થાય; પણ એ આંદોલન શાંત ન થઈ શકે ! દ્વિભાષી રાજ્ય વખતે શંકરરાવ દેવે મુંબઈમાં સંયુકત મહારાષ્ટ્ર સમિતિ વતી વિરોધ કર્યો. શાંત દેલન માટે ઉપવાસ કર્યા, પણ પછી તે લોકો ઉગ્ર થયા ! હડતાળ પડી, સરઘસે નીકળ્યાં અને તેફાનની જે શરૂઆત થઈ તેમાં નિર્દોષ પ્રજાની જે કનડગત થઈ તે અતિ દુઃખદ છે.
એટલે જ શુદ્ધિ પ્રયોગમાં હડતાળ નહીં પાડવાનું કહેવામાં આવે છે. ભંગી હડતાળ પાડે તો લેકોની સુખાકારી બગડે, વેપારી હડતાળ પાડે તે લેકેને જરૂરની વસ્તુ ન મળે. આની અવેજીમાં શુદ્ધિ પ્રયોગ થાય તે લકેની સહાનુભૂતિ સહેજે “સહન કરનાર વર્ગ ” તરફ વળે અને અન્યાય કરનારને સંશોધન કરવાની ફરજ પડે.
એટલે જ શુઢિ પ્રયોગમાં (૧) હડતાળ નહીં, (૨) ઉશ્કેરાટ નહીં (૩) વ્યકિતગત ભાંડવાનું નહીં એ બાબતો અચૂક હોવી જોઈએ. સાથે પ્રાર્થના-ઉપવાસ અને બલિદાન આપવાની તૈયારી હોવી જોઈએ.
જાહેર અદિલિન બે રીતે ખરાબ પ્રક્રિયા ઊભી કરે છે– (૧) એક તે તે ઉશ્કેરાટ તેફાન મચાવે છે; અને (૨) તે વખતે ઘણાં ખોટી રાજકીય બળ પક્ષો ભળી જાય છે. કયારેક સમાજ વિરોધી તત્વે તેને લાભ ઉઠાવે છે. તેના કરતાં કાનન-સંશોધન થાય તેવી પ્રક્રિયા ઊભી કરવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com