________________
૧૧૬
લોકલક્ષી લેકશાહી સ્થાપવી હશે તે હમણાંની કોંગ્રેસનું રૂપાંતર કરવું પડશે. તેની શુદ્ધિ કરવી પડશે. બંને કામ સાથે લેવાં પડશે. તેની સાથેજ લેક-લક્ષી લેકશાહી કાયમ રહે તે માટે કોંગ્રેસને આગળ ધપાવવી પડશે અને લશ્કરી ટાઈપની લેકશાહીને સુધારવી પડશે. આમ કરતાં બે પ્રકારની કાળજી રાખવી પડશે. એક તે એ કે લોકશાહીનું રક્ષણ કરવું. અને બીજું સંશોધન કરવું. આ કામ કઠણ છે. કાનૂન ભંગ હવે પિતાની લોકશાહી માટે ખતરનાક છે, ત્યારે કાનૂન સંશોધન જરૂરી છે ત્યાં કરવાનું છે પણ તેને સાચવીને!
ગણેતધારાના સુધારા માટે શુદ્ધિગ થયે. તે સરકારની સામે થયો. તે વખતે ચૂંટણી પણ ચાલતી હતી. એક તરફ શુદ્ધિપ્રયોગો માટે ઉપવાસ નિયમ, કાર્યક્રમ, પ્રાર્થના વ. ચાલતા હતા, ત્યારે બીજી તરફ ખેડૂતોએ કોંગ્રેસને પૂરે ટેકે આપે. એટલું જ નહીં પ્રચાર માટે પણ તેમણે મહેનત કરી. અહીં એક તરફ કાંગ્રેસ અને તેના વડે લોકશાહીને ટકાવવાની વાત પણ થઈ અને બીજી તરફ કાનૂન સુધારવા માટે અહિંસક આંદોલન પણ ચાલુ રાખ્યું. લેકશાહી પણ ટકે અને તેની ક્ષતિઓ પણ દૂર થાય; એજ સાચું કામ છે.
ગણોતધારા શુદ્ધિપગ શરૂ કરતાં પહેલાં પ્રાયોગિક સંઘની મિટીંગમાં ચર્ચા ચાલી! સંધમાં બે સભ્ય એવા હતા કે જેમણે કાનૂનની રક્ષા કરવામાં અને કાનૂન ઘડવામાં કે આપેલ. તેઓ ધારાસભ્યો હતા. જો કે કાયદો આવ્યો ત્યારે ધારાસભામાં પક્ષની બેઠકમાં તેમણે વિરોધ કરેલે, પણ કાયદો થયા પછી, તેમની પાર્ટીની શિસ્ત પ્રમાણે કાયદાને માન આપવું જોઈએ. આમાં એક પ્રાયોગિક સંધના પ્રમુખ હતા. ગડમથલ ચાલી કે શું કરવું ? ચર્ચાને અંતે એવું નક્કી કર્યું કે “તેમણે ધારાસભામાં ટેકે આયો છે એટલે અહીં વિરાધ ન થઈ શકે. તેમજ તેમણે રાજ્યને વફાદાર રહેવું જોઈએ. માટે શુદ્ધિપ્રયાગનો ઠરાવ થાય ત્યારે તેમણે મત ન આપવો !
આ બાબતો ઊંડાણથી વિચારવી જોઈએ. જોખમી ભાગ ઉપર ઓપરેશન કરતી વખતે ડોકટરને કેટલું બધું ચિંતન કરવું પડે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com