________________
૭૯
કાર્ય કરવું પડશે. આવા માતૃસંગઠનો દ્વારા જ્યારે માતાના પ્રશ્નો ઉકેલાશે ત્યારે નવી પરિસ્થિતિ સજાશે.
ચર્ચા-વિચારણું માતાને ઉપકાર
શ્રી. દેવજીભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “મેં એક વર્ષે સજોડે બ્રહ્મચર્ય વ્રત લીધેલું તેમાં વિચારથી હું નબળો બનેલો પણ મારાં પત્ની બનેલા નહીં. બે પુત્રીઓ થયા પછી એમણે મને પ્રેરેલો પણ હું તે વખતે પામર બન્યું હતું, પણ એ પત્નીના સંસ્કાર વારસાને કારણે જ હું તેમના અવસાન બાદ ફરી લગ્ન કરવા માટે ન લલચાયે અને આટલું કામ કરી શકું છું.
એજ રીતે મારા બાવીસ વર્ષના ભાઈના વરસી તપના ઉત્સવ વખતે મારી પત્નીની પરીક્ષા એક માતબર બહેને લીધી. “આ વખતે દાગીના સંઘરી રાખ અને રિસાઈ જા તો તારા થઈ જશે !” | મારી પત્નીએ કહ્યું : “આ વખતે તે મારે સાથ જ આપ જોઈએ !”
ટુંકમાં આજે સવારે મુનિ શ્રી સંતબાલજીએ કહ્યું તેમ મારા માટે માતાને ઉપકાર હતો જ પણ પત્નીને પણ ભાતભાવરૂપી વારસો આપવામાં હિસ્સો ઓછો ન હતે. નારીઓએ આદર્શ સ્થાપવા જોઈએ:
શ્રી. ચંચળબહેને કહ્યું : “બાદશાહી જમાનામાં એક એવા પ્રકારને નારીને મેળે થતો કે જેમાં બાદશાહ માટે ત્યાં આવેલી સુંદર નારી ઉપર અત્યાચાર થતો. એવા એક મીનાબજારમાં બીકાનેરના રાજવીની પત્ની પણ મેળે જેવા ગઈ અને ફસાઈ ત્યારે તેણે બહાદુરી બતાવી અને છેવટે એ મીનાબજારને મેળો બંધ થયા અને અકબર બાદશાહને તેને બહેન બનાવવી પડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com