________________
પડશે. અમારા જેન સમાજમાં જ્યાં સ્ત્રી-પુરૂષ સમાનાધિકાર આપી - સાધ્વી દીક્ષા અને મુક્તિને અધિકાર આપ્યો છે ત્યાં પણ રૂઢિગત એક વાત જોવામાં આવે છે કે સંયમે અને વયે મોટાં એવાં સાધ્વીઓને સાધુને નમવાનું હેય. પ્રિય નેમિમુનિ સામે એવો પ્રસંગ આવ્યો. અમારા ગુરુ મુનિશ્રી નાનચંદ્રજી સ્વામી સાથે દીક્ષાએ મોટા સાધ્વીને વાંદતા તેમને સંકોચ થતો હતો. તેમના ગુરુભાઈ ડુંગરસિંહજી મુનિ કહે કે હું દીક્ષાએ મોટો છું છતાં તમે ન નમે અને હું નમું તે સારું ન લાગે ! કાંતિકાર્યમાં સંકોચ ન ચાલે. મારે પ્રસંગ એમનાથી જુદો છે. જેવાં મેં સાધ્વીને વંદન કર્યા તેવા તે ભાગી ગયા. કહે કે તમે વંદન કરે તે પાપ લાગે ! આનું કારણ એ જાતનાં સંસ્કાર પડી ગયા હોય છે. આ સંસ્કારે દૂર કરવાના છે.
તે સ્ત્રીને સમજાવીને જ કરવાનું છે. આજે સ્ત્રી જાતે જ જન્મતાં સ્ત્રી જાતિને હીણું માને છે. કારણકે પાયામાં એ સંસ્કાર પડયા છે.
કરી આવે તો કહેશે કે પહાણે આવ્યો છે. ઉમ્મર લાયક થાય તે કહેશે કે છાતી ઉપર સાપને ભારે પડ્યો છે. છોકરો આવે તે કહેશે કે રતન આપ્યું ! અંદર ભલે તે દીકરીને ચાહતી હોય પણ દેખાવ કરે કે દીકરાને જ ચાહે છે. દીકરીને દીકરે મારે તે કહે વરે છે ને ? કોઈ વાંક આવે અને બહેન ભાઈને મારી બેસે તે ઉપરથી બે ખાવી પડે. આ હાલત બદલવી જોઈએ.
આજે નારી જાતિની ઘણી દુર્દશા જોવામાં આવે છે. આપઘાત, અગ્નિસ્નાન, કન્યાવિક્ય, કજોડાં લગ્ન વગેરે દુઃખ એને ભોગવવા પડે છે. આ બધામાં પણ માતજાતિની જે સહનશીલતા અને શક્તિ છે તેને પરિચય મળે છે. જે લોકો વિકારી છે તેઓ ભલે શીલરક્ષા ન કરી -શકતા હોય પણ, તેમનું માથું શીલવતી મા-બહેન આગળ નમી જાય છે; તેને હૃદય પલટો તરત થઈ જાય છે. એની પાછળ ભારતીય સંસ્કૃતિમાં રહેલ માતપૂજાના સંસ્કારો જ પડ્યા છે. આજે નારી જાતિમાં
જે માતરને પડયાં છે તેમને સંકલિત કરીને સ્ત્રીશકિતને વિકસાવવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com