________________
૭૧
સમાન જ ગણ્યા હતા. સ્ત્રીમાં જે કોઈ સાચો ગુણ હોય છે તે માતૃત્વનો છે.
પુરૂષે વાળેલી નારી સંસ્કૃતિ :
સ્વામી દયાનંદ સરસ્વતી પાસે એક સ્ત્રી આવીને કહેવા લાગી : મને તમારા જેવો જ પુત્ર જોઈએ છે. હું તમારું બ્રહ્મતેજ જોઈને ખુશ થઈ છું. એટલે મને સ્વીકારે !”
તેની આવી માગણીના જવાબમાં સ્વામીજીએ ધીરેથી કહ્યું : “તમારે દીકરો જોઈએ છીએ ને? તે હું તમારો દીકરો અને તમે મારી માતા નવા દીકરાની શી જરૂર છે? એને ઉછેર પડે. મોટે કરવો પડે. તેના કરતાં વગર મહેનતે હું તમારે કરે!” પેલી બાઈ શરમાઈને ચાલી ગઈ.
અહીં વિચારવાનું એ છે કે આવા મહાપુરુષ પાસે કેવી માગણી સ્ત્રીએ કરી પણ, તેને માતા સંબોધીને કેવી સુંદર રીતે પાછી વાળી ! “મા” શબ્દ સાંભળતા સ્ત્રીનું જીવન આખું બદલાઈ જાય છે.
૧ સ્તનદાત્રી ગર્ભ ધાત્રી ભક્ષ્યદાત્રી ગુરુપ્રિયા,
અભીષ્ટદેવ પત્ની ચ પિતુઃ પત્ની ચ કન્યકા છે સગર્ભકન્યા ભગિની પુત્રપત્ની, પ્રિયાપ્રસૂ! માતુર્માતા પિતર્માતા, સેદરસ્ય પ્રિયા તથા છે માતઃ પિતૃ ભગિની, માતુલાની તથૈવચા જનાનાં વેદવિહિતામાતર પાડશ સ્મૃતાદ છે
-–ગણપતિiડ ૧૫/૩૮ થી ૩૪૦. “સ્તનપાન કરાવનાર, ગર્ભધારણ કરનાર, ખાવાનું આપનાર, ગુરુપત્ની, ઈષ્ટદેવ (બ્રાહાણ કે રાજા)ની પત્ની, સાવકી મા, કન્યા, મેટીબહેન, પુત્રવઘ, પત્નીની માતા, નાની મા, માટી બા, ભાભી, ફઈબા, માસીબા અને મામી, આમ પુરુષો માટે વેદમાં ૧૬ માતાઓ બતાવવામાં આવી છે.'
- સંપા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com