________________
મેં (ભગવાને) સૂર્યને આ સનાતન યોગ બતાવ્યું હતું અને સૂર્યે મનુને બતાવ્યો. મનુભગવાને ઈરાકને આ યોગ કહ્યો. એટલે જે મનુભગવાન કહે છે તે મેં કહ્યું છે. એમાં હું કંઈપણ નથી. વિતા रक्षित कौमारे, भर्या रक्षित यौवने ! पुत्रस्तु स्थाविरे भावे न स्त्री સ્વાતંત્ર્યમતિ ” સ્ત્રીનું કુમારાવસ્થામાં પિતા રક્ષણ કરે છે, જુવાનીમાં પતિ અને ઘડપણમાં પુત્ર રહ્યું છે. આમ સ્ત્રી સ્વતંત્રતાને લાયક નથી. આમ મનુ કહે છે ત્યારે નારી પ્રિતષ્ઠા કે નારી સ્વાતંત્ર્યની વાત ક્યાં રહી ? એજ મનુભગવાને મનુસ્મૃતિમાં સ્ત્રીઓ અંગે કહ્યું છે –
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता : यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्त त्राफलाः क्यिा : .
– જ્યાં સ્ત્રીઓ પૂજાય છે ત્યાં દેવે પણ રમવા આવે છે. એટલે કે ત્યાં દિવ્ય પુરૂષોને વાસ હોય છે; પણ જ્યાં તેમની પૂજા થતી નથી ત્યાં બધી ક્રિયાઓ નિષ્ફળ થાય છે.
મનુએ આગળ ઉપર સ્ત્રીની પ્રશંસા કરતાં એક સુંદર લેક આ પ્રમાણે કહ્યો છે –
अजा मुखतो मेध्या, गावो मेध्याश्च पृष्ठत । ब्राह्मणाः पादत पूज्याः स्त्रियो मेध्या सर्वांगत : ॥
બકરી મુખેથી પૂજવા લાયક છે; ગાય પૂંછડીથી પૂજવા લાયક છે, બ્રાહ્મણ ચરણથી પૂજવા લાયક છે પણ સ્ત્રીઓ બધા અંગેથી પૂજવા લાયક છે. એનું કારણ પણ બતાવવામાં આવ્યું છે કે બકરી કાંકરા સિવાય બધું ખાઈને મીઠું દૂધ આપે છે. ગાય ગમે તેવું ખાઇને દૂધ તો આપેજ છે; સાથે તેનું છાણ પણ ઉપગી છે તેમજ ગોમૂત્ર પણ શુદ્ધિ માટે પવિત્ર મનાય છે. એટલે તેની પૂજા પૂછડીથી કરવામાં આવે છે. બ્રાહ્મણ સંસ્કૃતિનું રક્ષણ કરતો સતત ફરતો જ રહે છે. એટલે એના પગ પૂજવા ગ્ય છે. પણ એનું દરેક અંગ પૂજા વાહ છે. કાર કે તેના અંગે અંગમાં પવિત્રતા ભરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com