________________
[૫] ભારતીય સંસ્કૃતિમાં માતૃજાતિની પૂજા
ભારતીય સંસ્કૃતિનાં આઠ અંગોમાંથી ચાર ઉપર અત્યાર સુધી વિચાર થઈ ગયો છે. હવે પાંચમાં અગ માતજાતિ પૂજા વિષે આજે વિચારશું. આ દેશની સંસ્કૃતિને ઘડવા અને ટકાવી રાખવા માટે સ્ત્રીઓએ ઘણો જ મહત્વનો ભાગ ભજવ્યો છે. તેની મહત્તાના દાખલાઓ અને પ્રમાણુ ઠેર ઠેર જોવામાં આવે છે.
સ્ત્રીઓમાં કેટલા ગુણ છે તે અંગે રામાયણમાં રામચંદ્રજીના મુખે પ્રમાણ આપવામાં આવ્યું છે –
कार्येषुमंत्री, करणेषु दासी, धर्मेषु पत्नी, क्षमायाच धात्री। भोजयेषु माता शयनेषु रंभा, रंगेसखी लक्ष्मण । सा प्रियामे ।।
–એટલે કે કાર્યોમાં તે મંત્રી રૂપે છે, સેવા કરવામાં તે દાસી જેવી છે; ધર્મકાર્યમાં તે પત્ની છે અને ક્ષમા કરવાથી તે ધાત્રી (દાયમા) છે. જમાડતી વખતે માતા જેવી છે અને શયનમાં સુંદરી છે ! મારી મિત્ર હેય એવી તે પ્રિયા મારી છે. આમ સીતાજીનું વર્ણન કરતાં એક આદર્શ ભારતીય નારી કેવી હેવી જોઈએ તેનું સ્પષ્ટ ચિત્રણ આમાં કરવામાં આવ્યું છે. અને ભારતીય નારી એ આદર્શ રાખતી આવે છે એટલું જ નહીં, સીતાને આદર્શ આજે દરેક ભારતીય નારી માટે હોય છે.
ભારતીય સંસ્કૃતિના આદ્ય ઘડવૈયા મનુ મહારાજ કહેવાય છે. તેમના અંગે કહેવામાં આવ્યું છે કે –
इमं विवस्वते योगं प्रोक्तवानाहमव्ययम् विवस्वान मनवे प्राह मनुस्क्ष्विाकावेऽब्रवीत्
– ગીતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com