________________
વ્યાપક પ્રભાવ પડ્યો છે કે આજનું જાપાન પિતાના જેવું લાગતું નથી. જર્મનીનું પણ એવું જ થયું છે.
આ બધા વચ્ચે સુસંસ્કૃત માનવ-સમાજની કલ્પના કરી શકાય, તે માટે આશાની મીંટ કેવળ ભારતીય સંસ્કૃતિ તરફ જ માંડી શકાય છે.
જ્યારે અન્ય સંસ્કૃતિઓ નાશ પામી છે ત્યારે આજે પણ ભારતીય સંસ્કૃતિની વિચારધારા જગતને નિર્દેશન આપી રહી છે.
ભારતીય સંસ્કૃતિનો સળંગ પ્રવાહ અંદાજ પ્રમાણે-છેલ્લાં દશહજાર વર્ષથી એકધારે વહી રહ્યો છે. રામયુગના આદિકાળમાં-ગષભ દેવ; મનુ મહારાજના હસ્તે તેનાં શ્રીચરણ થયાં; રામના સમયે તે પિતાના સંપૂર્ણ પ્રકાશમાં આવી અને ત્યારબાદ ભ. શ્રીકૃષ્ણ, ભ. બુદ્ધ, ભ. મહાવીર અને મ. ગાંધીજીના જીવનચારિત્ર્યથી તે વધુ ને વધુ ઉજજવળ થતી ગઈ. આ યુગપુરૂષ માટે નવી ભૂમિકાઓ સર્જવાનું કામ અનેક ઋષિઓ, મુનિઓ, તત્વો અને ચિંતકોએ કર્યું. વર્તમાન ઈતિહાસમાં તે કેવળ રાજાઓ અને તેમના યુધ્ધોને વધારે પડતા ચિતરવામાં આવ્યા છે, પણ તેને બાદ કરીએ તો માણસને માણસમાં સતત વિશ્વાસ પેદા કરવા માટે, જીવનને સુસંસ્કૃત કરવા માટે, સદી દર સદીએ કોઈને કોઈ મહાપુરૂષ ભારતમાં જન્મ્યા છે. શંકરાચાર્ય, રામાનુજમ, માધવાચાય, તિરૂવલૂર જે દક્ષિણમાં થયા તો ઉત્તરમાં નાનક, તુલસી, સૂર કબીર, રહીમ વગેરે થયા. પૂર્વમાં ચૈતન્ય, વિવેકાનંદ કે રામકૃષ્ણ થયા તો પશ્ચિમમાં નરસિંહ, અખો અને દયાનંદ પાક્યાં. મહારાષ્ટ્રમાં પણ તુકારામ, એકનાથ, જ્ઞાનેશ્વર, સંતસમુબાઈ વગેરે થયા. જેનોએ હેમચંદ્રાચાર્ય, રત્નપ્રભસૂરિ વગેરે આપ્યા તે શીખેએ ગુરૂ ગોવિંદ જેવાં રત્નો આપ્યાં..! આમ સંસ્કૃતિને સળગ પ્રવાહ આગળ વધતો જ રહ્યો. ભારતમાં અનેક જાતિઓ આવી, અનેક ધર્મો આવ્યા પણ અહીંની સંસ્કૃતિએ તેમનાં સારાં તને ગ્રહણ કરી પ્રજાને ન સંસ્કાર આપો. ચાર દિશાના ચાર ખુણે પવિત્ર તીર્થધામોના કારણે ઉત્તરનું તત્ત્વજ્ઞાન પૂર્વમાં આવ્યું, પૂર્વનું દક્ષિણમાં, દક્ષિણનું પશ્ચિમમાં; અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com