________________
તે છતાં આપણે એકાંત પુરૂષાર્થવાદને સાચું કહેતા નથી. કારણ કે તેમ કરવા જતાં ચાવકિને વાદ આવી જાય છે કે “જે સમય મળે છે, એમાં સુખભેગ કરી લો ! પરલોક કોણે દીઠે છે? કોને ખબર પછી શું થશે આવા એકાંત પુરૂષાર્થવાદને ભગવાન મહાવીરે નિષેધ કર્યો છે. એટલે અનાયાસ - આયાસમાં એક બાજુ ગોશાકના નિયતિવાદને છોડીને પ્રવૃત્તિ કરવાનું સૂચન છે, જ્યારે બીજી બાજુ આજે જે ભૌતિકવાદી પ્રવાહ ચાલે છે તેવા અવિચારી પુરૂષાર્થની નિવૃત્તિનું સૂચન પણ છે. સંસ્કૃતિ- રક્ષા માટે અગત્યનું અંગ
આજે આધ્યાત્મિક લોકોમાં સંસ્કૃતિ-રક્ષા માટે પણ નિવૃત્તિના નામે ચોમેર નિષ્ક્રિયતા વ્યાપી છે. તેમાં સક્રિયતા લાવવાની જરૂર છે. પણ તે કઈ રીતે લાવી શકશું? એના ઉપર વિચારતા મને જૈન સૂત્ર ઉત્તરાધ્યયની ગાથા યાદ આવે છે – ... असंखयं जीवियं मा पमायए, जरोवणीयस्स हु नस्थिताणां ।'
અહીં બતાવવામાં આવ્યું છે કે જીવન અસંસ્કૃત છે. જરાયે-પ્રમાદ ન કરો! વૃદ્ધાવસ્થા આવ્યા પછી કોઈ રક્ષણ કે આશ્રય મળવાને નથી.
અસંસ્કૃત એટલે શું? એને સ્થૂળ અર્થે ત્યાં ક્ષણભંગુર કરવામાં આવ્યો છે, પણ એ બંધ બેસતો નથી. અસંસ્કૃત એટલે જે સંસ્કૃતિસભર ન હોય; સંસ્કાર વિહીન હોય, કે ઘડાયેલું ન હોય! તેવું જીવન. આવ્યક્તિ જીવન પછી સામાજિક જીવન અને ત્યાર પછી સમષ્ટિ જીવન ! આમ ત્રણે જીવનના અંગે વિચાર કરવો જોઈએ કે એ સંસ્કૃતિ સભર અગર તો ઘડાયેલાં છે કે નહીં. જ્યાં સુધી ત્રણે જીવને સંસ્કૃતિથી પૂરી રીતે સભર ન દેખાય ત્યાં સુધી ક્ષણ માત્ર પણ પ્રમાદ નકર જોઈએ.
આ ઉપરથી તારવી શકાય કે જ્યાં ક્ષણવાર પણ પ્રમાદ ન કરવાની વાત હોય ત્યાં નિવૃત્તિ કે નિક્રિયતાની તે વાત જ ક્યાં છે? ઊલટે અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com