________________
૨૩
કરવા લાગી જાય છે. ગુરુ શિષ્યના અને સન્યાસીઓના મનની અકળામણ સમજી જાય છે. એવામાં જનક આવે છે અને મુનિ પ્રવચન શરૂ કરે છે. વિષયને રસ જામ્યો છે કે બૂમ પડે છે –“દેડે, દોડે ! આગ અંતઃપુરમાં લાગી છે !
સભામાં ભંગાણ પડ્યું.
કઈ એ વિચાર્યું કે ઝૂપડીમાં મારે લગોટ પડ્યો છે, કોઈનું કમંડળ હતું, બધું બળી જશે, એમ ધારીને એક ઊઠો, બીજે ઊઠયો, અને એમ આખી સભા ઊઠી ગઈ. એકમાત્ર શ્રોતા જનક રહ્યા. પ્રવચન ચાલતું હતું. ગુરુએ પૂછ્યું, “જનક ખબર છેઅંતઃપુરમાં આગ લાગી છે.”
જનકે કહ્યું : “ભલે લાગે ! અત્યારે હું શતા . મને જે તત્વ મળી રહ્યું છે તે ફરીથી નહીં મળે !”
मिथिलायां दह्यमानायां न मे दहति किंचन -મિથિલા ભલે આખી બળે - એમાં મારું કંઈ બળતું નથી. આને અર્થ એ થયો કે પહેલાં તાદામ્ય હતું અત્યારે તટસ્થતા છે. રાજ્યની ફરજ ઊભી થાય તે વખતે પ્રજા મારી છે. તેના કલ્યાણમાં સમય જ જોઈએ. તે વખતે તાદામ્ય હોય છે. પણ આત્મકલ્યાણ માટે સમય નક્કી કર્યો છે ત્યારે તટસ્થતા આવી જાય છે. પ્રસંગ પૂરે થયો. બધા શિષ્ય અને સન્યાસીઓ આવીને બેસી ગયા. યાજ્ઞવલ્કય મુનિએ કહ્યું કે કેમ? તમારાં દડ–કંમડળ અને લોટ બધું સલામત છે ને ?” -
શિષ્યોએ કહ્યું : “હા !”
મુનિ કહે : “આ જનક રાજાનું તમારા કરતાં વધુ જતું હતું છતાં તે ન ઊઠડ્યા કારણ કે તે જિજ્ઞાસુ ભક્ત છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે હું પ્રવચન શા માટે શરૂ કરતું ન હતું !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com