________________
શકું. પિટલાં બિસ્તરાં બાંધીને તૈયાર થાય છે. ગાંધીજી કહે છે કે જઈ જઈને ક્યાં જશે? બેસો બેસો ક્યાંયે જવાનું નથી.” આમ ઠપકો આપતા અને પ્રેમ પણ બતાવતા. તાદામ્ય અને તટસ્થતા બન્ને તેમનામાં હતાં.
કસ્તુરબા બિમાર હતા. તે ગાંધીજીના પરમ સંગિની. માત્ર જીવનસાથી જ નહીં સામાજિક કામમાં પણ સાથી. એવા સાથી ગંભીર બિમાર હોય અને પતિને યાદ કરે ત્યારે કેટલું લાગી આવે. પણ સિદ્ધાંતનું પાલન કરીને ત્યાં જઈ શકાતું ન હતું. સત્તાવાળાઓ કહે કે માફી માગી લો ! ગાંધીજી કહે કે ભૂલ કરી નથી; અન્યાય સામે હું લડવાને, લડવાનો ને લડવાને જ એ મારો ધર્મ છે. આમાં કસ્તુરબા સાથે તાદાઓ હોવા છતાં સિદ્ધાંતભંગ માટે ગાંધીજી તટસ્થ રહ્યા. વજ જેવા કઠોર પણ ખરા અને ફૂલ જેવા કોમળ પણ ખરા !
ગાંધીજી કહેતા હતા કે હે ભગવાન! હવે મને લઈ લે તે સારૂ બીજી બાજુ એમ પણ કહેતા કે “હું સવારે વરસ જીવવાને છું.” આવા ઉદ્ગારે કેમ નીકળ્યા હશે તેનો વિચાર કરવો જોઈએ. જ્યારે ગાંધીજીએ જોયું કે હવે તો મારા ગણાતા લોકો પણ સિદ્ધાંતવિહીન થતા જાય છે ત્યારે આ દુઃખના ઉદ્ગારો કાઢયા. તાદાત્મયની સાથે તટસ્થતા આવે ત્યારે આ ભાવ આવે છે. જનકરાજને પ્રસંગ :
જનક રાજા ગળાડૂબ નહીં, પણ માથાડૂબ સુધી સંસારમાં પડેલા હતા; છતાં નિલેપ રહેતા. એક બાજુ રાજ્યને કારભાર સંભાળ અને બીજી બાજુ યોગ સાધવે કેટલું કઠણ કામ છે? એટલે જ જનક વિદેહી કહેવાયા.
યાજ્ઞવાકય મુનિ બેઠા છે. સભા ભરાઈ છે; પ્રવચનને સમય થયે છે પણ જનક આવ્યા નથી. એટલે મુનિ પ્રવચન શરૂ નથી કરતા. ઘણા શિષ્યો અને સન્યાસીઓ અકળાઈ ઉઠે છે. ગુરુ તરફ ગમે તેટલો પૂબ ભાવ હોય પણ અમૂક વખતે પિતાનું ધાર્યું ન થાય તે આક્ષેપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com