________________
બીજાની સાથે આત્મીયતાનો અનુભવ કરે. આ એક એવો સંસ્કાર છે જે વિરોધીને પણ પિતાના કરી મૂકે છે. ટુંકમાં એને “ઓતપ્રેત રહેવું” એમ કહી શકાય. તે છતાં તેની સાથે તટસ્થતાને જોડેલ છે. એટલે કે નિરાળા રહેવું. ટુંકમાં એનો અર્થ એમ કહી શકાય કે બીજાના સુખ માટે બધું ધર્મ નીતિ સંગત કરી છૂટવું છતાં એના દેષો દેખાય ત્યાં તટસ્થતા જાળવવી; પિતે એના દોષ પોષણમાં ટેકે ન આપ. પિતામાં સ્વાર્થ, અહંભાવ, આસક્તિ કે મોહ ન પેસી જાય, એનાથી સાવધ રહેવું.” આ સુસંસ્કૃત વ્યક્તિનું કામ છે. બદલો લઈને સહુ કોઈ કાર્ય કરે છે પણ પિતાના જાણીને કરવું અને તે પણ કોઈ પણ કામના વગર એજ વિશેષતા છે. તટ એટલે કિનારો ! ઘણા લોકો તટસ્થતાનો અર્થ એ કરે છે કે કિનારે ઊભા રહીને તમાશે જે, પરંતુ તે તટસ્થ નથી. ખરે તટસ્થ તે અંદર પડીને બીજાને બચાવીને બહાર કાઢે અને કિનારે ચાલ્યા જાય તેજ તટસ્થ છે. ભરતને પ્રસંગ :
આ અંગે ભરતનો દાખલો લેવા જેવો છે. ભરત જ્યારે મોસાળથી પાછા ફર્યા ત્યારે માએ ઓવારણ લઈ તેની આરતી ઉતારવાની તૈયારી કરી. પણ, ભરતે શોકનું વાતાવરણ જોયું અને મને પૂછ્યું: “આમ કેમ? પિતાશ્રી ક્યાં છે?”
માએ ઠંડે કલેજે કહ્યું : “એ ગુજરી ગયા ! જન્મે એ તો મરે જ! એ તો વિધિનો નિયમ છે!”
ભરતે કહ્યું: “અરે મા ! તું આ ઠંડે કલેજે શું બેલે છે? પિતાજી શાથી મૃત્યુ પામ્યા ! મારા રામ ક્યાં છે ?”
ત્યારે ફરી કેકેયીએ ઠંડા ચિત્તે કહ્યું: “એ તે વનમાં ગયો.”
આ સાંભળી ભારતને ચહેરે ફરી ગયો. આરતી એક બાજુ રાખી દીધી. કહ્યું છે કે –
નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com