________________
ચર્ચા-વિચારણ સંસ્કૃતિને મઠારવાની જરૂર
શ્રી. પૂજાભાઈએ ભારતીય સંસ્કૃતિના ચાર ગુણનું સંક્લન એ વિષય પરત્વેની ચર્ચા ઉપાડતાં કહ્યું : “આજે જેઓ ભારતીય સંસ્કૃતિનું કલેવર જાણે છે તેમનામાં આચરણને પ્રાણ ઓછામાં ઓછો છે. જ્યારે આચરણનો પ્રાણ જેમનામાં વધુમાં વધુ છે તેમાં એનું કલેવર ઓછામાં ઓછું છે. આપણે તે આ યુગે કલેવર અને પ્રાણ બનેય સુંદર અને સાર્વત્રિક બનાવવાનાં રહે છે. એટલે કે ગામડાંને શેષતાં શહેરેને ગ્રામભિમુખ બનાવવાનાં છે. તેમજ શહેરમાં સભ્યતાનાં જે સુંદર તો છે તેનો ઉમેરો ગામડામાં કરવાનું છે. એ દૃષ્ટિએ ભાલ નળકાંઠા પ્રયોગની પૂતિમાં ગ્રામપ્રાયોગિકસંઘે પછી વિશ્વ વાત્સલ્યપ્રાયોગિક સંધ શહેરે માટે આવ્યો છે; તે યથાર્થ છે.
ગઈ કાલે અહીં એક મનોરંજન સમારંભ યોજાયે હતે. તેમાં વણઝારાઓના દશ્યમાં સંસ્કૃતિના બદલે શહેરની સભ્યતા વધારે જણાતી હતી. એવું આજે શહેરના દરેક વર્ગમાં ખોટું તત્વ સભ્યતાને નામે આવી ગયું છે. તેઓ પછાતવર્ગો, મહિલા સમાજ તેમજ ગ્રામ્યજનોને પોતાના કરતાં ઊતરતી કક્ષાના માને છે. પણ, ખરું જોવા જોઈએ તો ગામડાં, સ્ત્રી સમાજ અને પછાતવર્ગોમાં હજુ સંસ્કૃતિનાં એટલા બધા તો પડેલાં છે કે ભારનો ભદ્ર ગણાતે શ્રીમત અને શહેરી વર્ગ તેમજ વિશ્વના રાષ્ટ્રને તેમાંથી ઘણું મળી શકે છે, ત્યારે ત્યાં પૂતિ કરવા જેવું થોડું જ છે.
પ્રમાણ માટે આપણે જોઈએ છીએ કે આજે ગામડાના લોકો બ્રાહ્મણ ગમે તેટલો નીચે પડયો છતાં તેને આદરભાવથી જુએ છે. ત્યારે શહેરોમાં આચાર્યો ઉપર ઉચ્ચકક્ષાના વિદ્યાર્થીઓ જુલ્મ ગુજારે છે. પરદેશમાં રાજ્યનું એવું વર્ચસ્વ હોય છે કે સામાન્ય માનવી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com