________________
૧૭
માટે દઢ હતી. એટલે માતા-પિતાએ વિચાર કરીને પાળવું શરૂ કર્યું.
તે બહાચર્ય
અમને ન્યાય શાસ્ત્ર ભણાવવા માટે મૈથિલ પંડિત આવ્યા. તેઓ કહેતા હતા કે અમારા સમાજમાં વિધવા થયા પછી ઘરને બધે જ ભાર એને સોંપી દેવામાં આવે. બધા એને હાથ જોડે તેની આમન્યા રાખે. તેના હાથમાં ઘરની ચાવીઓ રહે એટલે તેનું મન ભર્યું રહે ! તેમજ વૈધવ્ય નડે નહીં !
પણ હવે જે વિધવા બહેનેને સમાજની સરખી હૂંફ મળે તે તેઓ શિક્ષણ-સંસ્કાર તેમજ સેવાના ક્ષેત્રમાં ઘણું કામ કરી શકે. વિશ્વમાં અનેક નારી રત્નો પડ્યાં છે. તેઓ જુદાં જુદાં માતસમાજે કે એવાં નારી–સંગઠને વડે ભેગાં થાય તે ઘણું કરી શકે.
માતૃસમાજે આટલું કરે :
આવા દેશ-વિદેશનાં મહિલા રત્નોએ ભેગાં મળીને મક્કમપણે જાહેર કરવું જોઈએ કે અમે માતજાતિનું અપમાન થતું હોય તેવું કોઈ પગલું ભરશું નહીં; તેમજ કોઈને ભરવા નહીં દઈએ. અશ્લીલ ચિત્ર, પિસ્ટર કે પ્રચાર કે જેમાં નારી જાતિનું જાહેર અપમાન થાય છે તેને સહી શકશું નહીં! અત્યાચાર અને બળાત્કારને નારી ભોગ ન બને તે માટે તેનામાં નૈતિક શક્તિ જાગૃત કરશું. તો શીલનિષ્ઠા અને માતપૂજામાં થતાં અંતરાયો જરૂર અટકશે. આજે સામાન્ય રીતે નારી અત્યાચારીઓને ભોગ બને છે; કાંતે આપઘાત કરી બેસે છે, ક્યાંય અશ્લીલ ચિત્ર કે ચેષ્ટા થાય તે આંખો મીંચીને ચાલી જાય છે. પણ નૈતિક બળ કેળવીને તે પડકાર કરે તે જરૂર તેની ધારી અસર થાય. પણું તે માટે સર્વપ્રથમ તેણે શીલ અને સંયમને પાયે મજબૂત કરવો પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com