________________
મહાત્મા ગાંધીજી જે એમજ વિચારતા કે હજુ સમય પાકયા નથી. લોકો તૈયાર થયા નથી. માટે રાહ જોઉં, તો તેઓ જે ભગીરથ કાર્ય કરી શક્યા તે ન કરી શકત. તેઓ તો હંમેશ માટે આગળને કાર્યક્રમ વિચારતા. જ્યારે દેશ સ્વાતંત્રતાને આનંદ લૂંટતો હતો ત્યારે તેઓ શાંતિ સ્થાપવા નોઆખલી જવા ઉપડયા. જે બાપુએ એમ વિચાર્યું હતું કે આવા હુલ્લડ તો થયા કરે છે અને આપમેળે શાંત પડે છે હું ન જાઉં તે કાંઈ વાંધે નહિ. તે તેનું શું પરિણામ આવત? એટલે જ કરવા ગ્ય કાર્ય તરત જ કરવું જોઈએ-તે માટે વિલંબકારી નીતિ ન અપનાવવી જોઈએ.
રાણા પ્રતાપ અને શક્તિસિંહ બને શસ્ત્ર વડે એકબીજા ઉપર મલો કરવાની અણુ ઉપર હતા કે પુરોહિતે બલિદાન આપી બન્નેને તેમ કરતાં રોક્યા. જે ત્યાં થોડો વિલંબ થયો હોત તે ડીવારમાં તે મેવાડના ભાગ્યને પલટ થઈ જાત !
એવું જ આજના નવા બ્રાહ્મણે—લોકસેવકો માટે છે. તેમણે નવી ક્ષત્રિય–સંસ્થા કેગ્રેસને ઠેકાણે લાવવા માટે સમયસર બલિદાન આપવાની તૈયારી રાખવી પડશે. “ અગે અને બ્રાહ્મણઃ”એ કહ્યું છે તે કેવળ લાડવા ખાવા માટે નહીં, પણ બલિદાન માટે તેમને આગળ રહેવાનું છે ! જે ત્યાં તેઓ પાછળ રહ્યા છે તેમણે વિલંબકારી નીતિ અપનાવી તે લોકે તેમને માનશે નહીં. એક નીતિકારે કહ્યું છે –
क्षिप्रमक्रिय माणस्य कालः पिबति तद्रसम् એટલે કે જે કાર્ય સમયસર ન થાય તે કાળ તેને રસ ચૂસી લે છે. લોઢું તપેલું હોય તે વખતે જે ઘન વડે ટીપવામાં ન આવે તે ઠંડું થયા પછી જે ઘાટ આપવો હોય તે ન આપી શકાય.
ભગવાન મહાવીરને જ્યારે કોઇ સાધક સારા કાર્ય માટે પૂછો ત્યારે તેઓ કહેતા :–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com