________________
૧૯
ઘણા લોકો કામ વધી જાય એટલે હવે અમારું ગજું નથી એમ કહીને પણ પીઠ ફેરવે છે. પરિણામે લોકશાહીને વિકસાવનાર ગ્રામ પંચાયતમાં દાંડત પેસી જતાં હોય છે. જે લોકસેવકોએ રાજકારણમાં પ્રવેશતાં અશુદ્ધ તને ક્યાં હેત ગાંધીજીને આખું જીવન તેની પાછળ ન ખપાવવું પડત.
શ્રી. માટલિયાએ કહ્યું તેમ સ્વરાજ્ય પહેલાં ગાંધીજીએ અનેક સુસંગઠને ઊમાં કર્યા અને તેનું ઘડતર તેમજ સમાજના અનેક અનિષ્ટોને રોકવાનું કામ કર્યું. રશ્કિનના સર્વોદય વિચારને ગાંધીજીએ ઘડતર આપ્યું અને વિનોબાજીએ તેને વેગ આપે. પણ નવી સંસ્થા ઊભી ન કરી અને જૂની સંસ્થાઓનું સમવાયીકરણ કર્યું. તેથી સમાજ અને રાજ્યનું ઘડતર કરવા માટે આયાસ કરવાની જે જવાબદારી હતી તેમાં વિનોબાજીની અધિકાર–અચેષ્ટા રહી. સર્વોદયને ઘડતર આપવાનું કાર્ય જે સર્વોદય સેવકો નહીં લે તે દિવસે દિવસે સમાજ અને રાજ્યમાં અનિષ્ટો ફાલતાં–કૂલતાં જશે. પછી એકી સાથે તેમને અટકાવવાં મારી થઈ પડશે. એટલે અનાયાસ-આયાસમાં જેમ પ્રારબ્ધ કે નિયતિ વિષે જાગૃતિ રાખવાની જરૂર છે તેમજ અનાધિકાર ચેષ્ટા કે અધિકાર અચેષ્ટા અંગે પણ એટલી જ જાગૃતિ રાખવાની જરૂર છે. વિલંબકારી નીતિ કે દીર્ઘસૂત્રતા :
અનાયાસ-આયાસને અર્થ નહીં સમજીને ઘણા લોકો વિલંબકારી નીતિ–દીધસૂત્રતા અપનાવે છે. તેઓ એમ માને છે કે હજુ સમય પાક્ય નથી, લોકો હજુ તૈયાર થયા નથી, કે અમુક લોકો આવે પછી આમાં પડીએ.” તેઓ સમયસર પહોંચીને કાર્ય નથી કરતા, તેમજ બીજા મોટા કાર્યક્રમના બહાને બેઠા રહે છે. જેમકે હુલ્લડ થયું, મારામારી થઈ ત્યારે શાંતિ સ્થાપવા નહીં જાય, પણ બીજાની ટીકા કરીને કહેશે કે બીજો કાર્યક્રમ આવશે ત્યારે જળ્યું. તે એ અનાયાસ છોટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com