________________
૧૮૪
ચાલ્યા કરે. આમ તાદામ્યવૃત્તિ આવતી નથી. જે બને બાજુથી થોડા ઉદાર થવાય તો પ્રશ્ન પતી જાય ! ટક ટક ન થાય તેમજ બીજી તરફ થાય તેટલું કામ કરી છુટવાની ધગશ હેય, તે કંટાળો ન આવે અને કુટુંબને વડીલોના અનુભવને લાભ મળે; જે કુટુંબને સંસ્કારી બનાવી રાખવામાં મદદરૂપ થાય.
હવે જ્ઞાતિની વાત લઈએ !
સૌરાષ્ટ્રમાં હતો ત્યારે એને પ્રશ્ન આવ્યું. કોંગ્રેસે ઠરાવ કર્યો કે કોઈ પણ જ્ઞાતિને સભાસદ હોય તેને કોંગ્રેસને હોદ્દો આપ નહીં ! તેના અન્વયે જૈન સંઘમાં ભળેલાને પ્રશ્ન આવ્યો. એક ભાઇ આવ્યા. તેમણે પૂછયું કે “મારે શું કરવું?”
મેં કહ્યું કે જ્ઞાતિનો સંબંધ તોડી નાખશે તે તાદામ્ય નહી રહે એટલે જ્ઞાતિ ન છોડે પણ જ્ઞાતિની સંકીર્ણતા છોડે. મારી જ્ઞાતિની જ સેવા કરું, એમ નહીં, પણ ઉદાર બને છે સાથે તમારી જ્ઞાતિને સંપર્ક રાખે ! દરેક વ્યક્તિને કોઈને કોઈ જૂથ તે જોઈશે. એટલે તમે નહીં ભળો તે તમારાં બાળકો એમાં ભળશે અને તમને બહાર કાઢશે.
વિલાયત જતાં ગાંધીજીએ જ્ઞાતિનું પત્ર લેવાની ના કહી. જે જ્ઞાતિને મારી વાત ગળે નહિ ઉતરે તેનું માત્ર પત્ર લઇને શું કરું? સાથે સાથ તેમણે પિતાના બહેન રળિયાત બહેનને સંબંધ છોડે નહીં. જ્ઞાતિ સંબંધ તેમણે જાતે ચાલીચલાવી તોડશે નહિ; પણ તૂટી ગયો. છતાં બીજાં અનેક કુટુંબ પરજ્ઞાતિનાં તેમને મળ્યાં. મણિલાલ ગાંધી મળ્યા, સુશીલાબહેન મળ્યા તેનું કારણ તેમણે કુટુંબને તરછોડયું નહીં. સાથે રહ્યા તેમને રાખ્યા; છુટા પડયા તેમની સાથે પણ સનેહ રાખ્યો અને કામ કર્યું.
એવું જોવામાં આવે છે. ઘણાં કારણોસર લોકોને કુટુંબ છોડવું પડે છે; પણ સાથે સાથે કુટુંબ રહે તે ઘણું ફાયદો પણ થાય છે. વિશ્વ વાત્સલ્ય કરવું છે તે કુટુંબનું એકમ પહેલું ગણવું ! જ્ઞાતિનું
એકમ બીજુ ગણવું. પ્રેમસંબંધે કદિ ન છોડવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com