________________
૧૮૧
અને ન ચીલો પાડી, એકંદરે સામુદાયિક અહિંસાના પ્રયોગથી સ્વરાજ મેળવ્યું. હવે સામુદાયિક રીતે વિશ્વના પ્રશ્નો ઉકેલવાના રહેશે.
જો કે, આજે વિચારનું, અર્થનું તેમજ બીજા અનેક પ્રકારનું આક્રમણ ચોમેરે ચાલુ છે. ત્યારે સામુદાયિક અહિંસાનો પ્રત્યાક્રમણને ભાગે વધુ મુશ્કેલ રહેશે. પણ દેવજીભાઈએ કહ્યું તેમ મન-વચન અને કર્મમાં અનાક્રમણ હોય તે સદા અને સર્વત્ર નીડર રહી શકાય છે. સવારે કહ્યું તેમ અહિંસાના માર્ગમાં પ્રત્યાક્રમણ, આક્રમણ (માનસિક સદ્દભાવનાવાળું) અને અનાક્રમણ એ ત્રણેય રૂપે આવી જાય છે.
શ્રી. બળવંતભાઈ : “જૈન અને બૌદ્ધો અનાક્રમણ વૃત્તિને અર્થ કેવળ ચૂપ રહેવું એટલું જ સમજ્યા છે. જ્યારે વૈદિક સશાસ્ત્ર પ્રત્યાક્રમણને જ સર્વસ્વ માનીને બેઠાં છે. ગાંધીજીએ આ બન્નેને મેળ સાધી અહિંસક પ્રત્યાક્રમણનું સૂત્ર આપ્યું. તેથી સામુદાયિક અહિંસાના પ્રયોગ થયા અને ભાલ નળકાંઠામાં પણ તેનો પ્રયોગ થયો. તે છતાં હિંસક આક્રમણની વૃત્તિ હજુ ચાલુ જ છે !
હમણું એક માણસના કોઈએ પગ કાપી નાખ્યા. તેને સગો સમાચાર પૂછવા આવ્યા એટલે પેલાએ મેણું માર્યું કે અહીં શું જોવા આવ્યો છે?
પેલાને એ મેણું સાવ્યું અને તેણે જઈને તેનું ખૂન કરી નાખ્યું. કોર્ટે તેને ફાંસીએ ચઢાવ્યો. એ માણસ સજજન અને પરોપકારી હતો. પણ ખુન્નસ ચઢતાં આમ થઈ જાય છે. પ્રજા ઉપર દાંડ અને ગુંડા તો ચડીને બોલતાં હોય અને સરકાર પણ નિરૂપાય હોય તો લોકો શું કરે?”
શ્રી. દેવજીભાઈઃ આ પરિસ્થિતિ માટે સાધુસમાજ અને ખાસ કરીને જૈન સાધુ-સાધ્વીઓને હું વધારે જવાબદાર ગણાવીશ. તેમની પાસે અહિંસાનું ઉત્કૃષ્ટ તત્ત્વ પડ્યું છે. તેઓ લોકોને ડંખથી દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com