SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ પિતાનું સંશોધન કરવામાં લાગી જાય. બાપુની માફી માંગે અને વાતાવરણ જામી જાય! આ કામ ચારે બાજુથી થવું જોઈએ ! હવે તે આશ્રમ એક સ્થળે નથી; આખું વિશ્વ એ આશ્રમ છે. એટલે બીજાના દેષ પિતાના બનાવવા એવું સંગઠન કરવું એ પહેલું પગથિયું છે. આ સંગઠન જીતશો એટલે આક્રમણ પછી પ્રતિ–આક્રમણ, પછી ડંખ વગરનું આક્રમણ, પછી બલિદાન આપીને સામને, પછી આત્મીયતા ભાવે પ્રતિ–આક્રમણ અને અંતે સામાને પિતાને કરી લેવો. આ બળ અને ક્રમ શુદ્ધિ પ્રયોગમાં હશે તે જ શુદ્ધિ પ્રયોગ સફળ થશે. પણ, તે માટે પાયામાં અનાક્રમણની વાત તો હેવી જ જોઈએ. નહીંતર પૂર્વગ્રહ રહી જાય અને સમય આવે તે બહાર નીકળશે જ. આણે દેગાઈ કરી હતી, આણે આમ કર્યું હતું' આવી વાતો આવશે જ સાથે જ એ વિચાર પેદા કરે પડશે કે એની ભૂલમાં મારી ભૂલ છેઆ વાત જૈન ત આપી છે. “એગે આવા” આત્મા એકજ છે. વૈદિક ધર્મ અમુક હદે જઈને અટકી જાય છે, એનું અધુરૂં કામ બાદ્ધ અને જૈનધર્મ આપે છે. તે વૈદિકોએ સ્વીકારવું જોઈએ એવી જ રીતે જૈને એ વૈદિકોની પ્રતિ-આક્રમણની વાત સ્વીકારવી પડશે; નહીંતર ધર્મ નહીં ટકે. સામનો કરે એટલે બીજાના દેષને જતા ન કરો પણ તમારા દુશ્મન જે અંતરમાં પડ્યા છે તેને હણી નાખો! એક જણે દોષ કર્યો તે દેષ પિતાનામાં છે કે નહીં ? સમાજને બગાડવામાં મારો ભાગ છે કે નહીં ? તેને વિચાર કરવો જોઈએ! ઈશુ ખ્રિસ્તે પેલી બાઈ માટે લોકોને કહ્યું હતું કે તે બાઈએ જેવો દેપ કર્યો છે તે દોષ તમારામાંથી જેણે ન કર્યો હોય તેવો કઈ છે કે નહીં? એવો દેશ ન કરનાર જ એને સજા કરી શકે છે તે સાંભળી બધા ચાલ્યા ગયા. ઈશુ પછી એ ધર્મમાં એટલી અધુરાશ રહી ગઈ કે તે વ્યક્તિગત ધર્મ થયે પણ સમાજગત ધર્મ ન બન્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy