________________
૧૫૬
મફતનું એ બેમાં ઘણું અંતર છે. એકમાં તે કાર્યની પ્રશંસા રૂપે વધારે મળતું-વગર હક્કનું નહીં લેવાનું છે ત્યારે મફત એટલે કે પરિશ્રમ વગરની પાઈ પણ ન લેવી.
આજે જ એક ભાઈને પત્ર આવ્યા છે. તેઓ પોતાના વતનમાં ગયા. ત્યાં તેમણે તપાસ કરાવી કે એવું કોઈ છે ખરું કે જેમને મહેનત-મજૂરી ન મળતી હેય-ગુજરાન ન થતું હોય ! કોઈકે કહ્યું કે “ એક કળી કુટુંબ એવું છે ખરું બાઈને ધણી હમણું મરી ગયો છે. નાનાં ચાર બાળ છે. બાઈ એકલી છે.”
તે પેલા ભાઈએ કહ્યું : “એક મણ જુવાર મોકલી આપો !”
જુવાર લઈને પેલા ભાઈ આપવા ગયા તે બાઈએ કહ્યું : “ભાઈ, તમારે ઉપકાર માનું છું ! અત્યારે મારા હાથ-પગ ચાલે છે; મજૂરી મળે છે. નહીં મળે ત્યારે આપની પાસે આવીશ !”
મફતનું ન લેવા અંગે ઘણા દાખલાઓ રોજ-બ-રોજના જીવનમાં મળી આવે તેમ છે. આ ભારતના ખમીરમાં પડેલી વસ્તુ છે. પેલી બાઈએ ગીતા નહેતી વાંચી; પણ સંસ્કાર પડેલા તે વણાયા છે. કામ મળે ન મળે તેની અનિશ્ચિતતા આટલી ગરીબી છતાં મદદ મળે ત્યારે સાફ ના પાડે એ કેટલી મહત્વની વાત છે ! આવાં પાત્રોને વીર્ણ-વીણીને પ્રામાણિક જીવન વહેવારને સાંકળવો પડશે.
અગાઉ તે બધાં જ સારાં હતાં. ઉપર કહ્યાં તે બધા સૂવાળું ભારતીય લોક–જીવન પ્રામાણિક વહેવારમાં આગળ વધતું હતું. પણ, આજે યંત્રવાદના કારણે શેષણ વધ્યું છે; નફાખોરીના નામે આંધળી વટ ચાલી રહી છે. તેમજ જીવનની દરેક બાબતમાં ભેળસેળ, ખાવાપીવાની વસ્તુથી લઈને દરેક બાબતમાં એટલી બધી વધી છે કે પ્રામાણિક જીવન વહેવારનું સંસ્કૃતિનું અંગ ચૂંથાઈ ગયું હોય એમ લાગે છે. જ બેલ્યા વગર કે ભેળસેળ કર્યા વગર પૈસા પેદા થાય નહીં, અને લાંચ-રૂશ્વત વગર વહેવાર થઈ શકે નહીં; આવું માનસ ઘડાતું જાય છે. તે આપણું આર્થિક ક્ષેત્ર માટે ઘણી જ વિચારણું માંગી લે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com