________________
૧૫૫
જોઈએ હરામનું લેવાથી માણસ કામાર બને છે! બીજાનું ધ્યાન રાખવાથી કોઈને દેવાળું કાઢવાની નેબત આવતી નથી. એવી જ રીતે પ્રામાણિક જીવન વહેવાર વાળા ઉપર કરજ થાય નહીં; તે માટે જે સૂત્ર આપવામાં આવ્યું છે–તે છે કરકસર.
નાની નાની બાબતોમાં કરકસરથી ચલાવવાની આદતથી માણસ ઘણી સફળતાઓ આર્થિક ક્ષેત્રે મેળવી શકે છે. કરકસરથી ઘરનું કામ ઉપાડી લેતી પત્ની સફળ જીવનના આશીર્વાદ સમાન છે.
આ કરકસર બાબતમાં ગાંધીજીના જીવનમાંથી ઘણાં પ્રસંગો મળે છે. તેઓ દરેક પૈસાના ખર્ચા બાબતમાં ઝીણવટથી ઉતરતા. તેઓ આ કરકસરને પોતાનું કર્તવ્ય ગણતા. તેઓ પોતાના સાથીઓને કહેતા : “લોકોએ મારા ઉપર વિશ્વાસ રાખીને પૈસા આપ્યો છે તે તેને ખરા. ' માર્ગે વધુમાં વધુ ફળદાયી બને એ રીતે વપરાવો જોઈએ.”
ગાંધીજીની આ કરકસર પિતાના જીવનમાં અનેક પ્રસંગે ઝળકી ઊઠતી. ગાંધીજીને એક વાર જેલમાં જવું પડ્યું. તેઓ મ વર્ગના કેદી હતા. તેમનું શરીર તેમજ મોભો જોઈ ને જેલરે દોઢસો કરતાં બમણું રૂપિયા એટલે કે રૂ. ૩૦૦) તેમના ખર્ચ માટે મંજૂર કરાવ્યા. પણ ગાંધીજીએ તે લેવાની ના પાડી. ઊલટું ? વર્ગના કેદીઓને જે મળે તે જ રૂ. ૩૫) લેવા માટે આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે મારા ભાઈઓ
વર્ગમાં અને હું એ વર્ગમાં ન શોભે ! તેમણે રૂ. ૩૫) ને જ આગ્રહ, રાખ્યો! તેઓ માનતા હતા કે આ બધે બેઝો મારા બાંધવો ઉપરમારા દેશ ઉપર પડે છે. તેઓ માનતા હતા કે ગરીબીમાં જન્મ લે એ કંઈ અપરાધ નથી; પણ કરકસર ન કરવી એ તે દેશને. અપરાધ છે. - મફત ન લેવું :
અને, કરકસરથી જીવી શકાય તે માટે પ્રામાણિક જીવનનું નવમું સૂત્ર છે કે કઈ મફતમાં પણ આપે તોયે ન લેવું. બિનહટકનું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com