________________
૧૫૧
હરામનું ન ખાવું એની સાથે વફાદારીનું પણ એટલું જ મહત્વ છે. રાવણ સાથેની લડાઈમાં લક્ષ્મણ મૂર્શિત થઈ જાય છે. રામને વિચાર થાય છે કે સુમિત્રા માતાને શું જવાબ આપીશ ? તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. તે વખતે સુષેણ વૈદ આવે છે. તે પૂછે છે: “હું લકાને નાગરિક છું અને આપ લંકાધિપતિના દુશ્મન છે તે મારાથી આપની સેવા થાય કે નહીં? કુંભકર્ણ જેવા પણ રાજ્યને ટેકો આપે છે કે જે રાજ્યમાં રહીએ તેને વફાદાર રહીએ તે મારે શું કરવું?”
એક તરફ ભાઈ મૂછમાં છે. બીજી તરફ ધર્મની વાત આવી. તો રામ કહે છે: “વફાદારી પહેલી ! તમને રૂચે તેમ કર !”
આ વખતે સુષેણને અંતરાત્મા જાગે છે. તે વિચારે છે કે જે હું લંકાની કઈ ગુપ્ત વાત બહાર પ્રગટ કરું તો તે બિનવફાદારી ગણાય. પણ વૈદ તરીકે મારે એ વિશ્વધર્મ છે કે બિમાર માત્રની હું સેવા કરું! તેમ કરવા જતાં રાવણુ મને મારી નાખે તે પણ મારે અચકાવું ન જોઈએ!
જે સુષેણ થોડીક પળો પહેલાં વફાદારીની વાત કરતો હતો તે જ લક્ષ્મણની સેવા કરવા લાગી જાય છે એનું કારણ રામને નિર્વ્યાજ
પ્યાર હો જે તેમણે એમ કહ્યું હતું કે તારે વળી વફાદારી શું; તારું કામ તો દવા કરવાનું છે. તે તેની ઊધી અસર થાત ! પણ તેને વફાદાર રહેવાનું જણાવીને; રામે તેને જ વિચારતા કરી મૂક્યો કે તેની ફરજ શું છે?
ખરી વફાદારી તે માણસના જીવનમાં પોતાના અંતરધર્મ પ્રતિ હેવી જોઈએ. ગીતામાં આના વિષે સુંદર માર્ગદર્શન આપ્યું છે –
श्रेयान् स्वधर्मो विगुण : परधर्मात् स्वनुष्ठितात्
स्वधर्मे निधनं श्रेय : परधर्मो भयावह : પિતાની ભૂમિકા પ્રમાણે નિશ્ચત કરેલો ધર્મ ભલે વિગુણુ જેવો લાગતો હોય પણ સારી પેઠે આચરિત પરધર્મ કરતાં શ્રેષ્ઠ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com