________________
જેમ
સેટીના કયા
સાધિકાઓને ભગાર
ચર્ચા-વિચારણું પાંચ શુદ્ધ હેવાં જોઈએ :
શ્રી. માટલિયાએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “સાધ્ય શુદ્ધ હેવું જોઈએ એ વિષે બે મત નથી. ગાંધીજી આવ્યા અને સાધનશુદ્ધિના આગ્રહ ઉપર જોર અપાયું. આમ તો ભગવાન મહાવીરના કાળથી પણ સાધન-શુદ્ધિનો અપાર આગ્રહ રખાતે આવ્યું હતું અને જમાલિ વગેરેને પરિણામની કસોટીએ વિચારભેદના કારણે છોડવા પડે છે. પરિણામ કસોટીના કયારેક ઉધા પરિણામ પણ આવતા દેખાય છે. જેમકે ચંદનબાળા વ. સાધ્વીઓને-સાધિકાઓને ભગવાન મહાવીરે લીધી અને પોતાના સંઘમાં સાધ્વી દીક્ષા આપી. પણ એમાં જેમ સારાં પરિણામ આવ્યાં તેમ ક્યારેક વાત્સલ્ય કરતાં કરતાં ફસાઈ પણ જવાયું; નીચે પડેલી જાતિઓને ઊંચે ચઢાવતાં જોખમે પણ ખેડવાં પડયાં. એટલે તત્કાળ તેનું પરિણામ ન આવે તોયે સાધન-શુદ્ધિને આગ્રહ રખાયો જેથી જમાલિ અને તેની સાથે બીજા પાંચસો સાધુઓ અને સુદર્શના (મહાવીર પ્રભુના સંસાર પક્ષના પુત્રી) સાધ્વી ચાલ્યા ગયા. તે છતાં ભગવાન મહાવીર કંટાળ્યા નહીં; તેમ અધીરા ન થયા. અંતે તેનું સારું પરિણામ આવ્યું.
સાધ્ય તરત ન સિદ્ધ થાય તેયે સાધન-શુદ્ધિ ન છોડવી જોઈએ. લોકમાન્ય તિલક માટે ગાંધીજીએ અપાર આદર બતાવ્યો પણ આ બાબતમાં અંત સુધી મતભેદે રહ્યા. એવી જ રીતે સાધનશુદ્ધિ પણ જોઈએ. રાવણ પાસે સાધ્ય અને સાધન હતાં પણ સાધક પોતે જ અહંકારી એટલે બધું બગડ્યું. એટલે સાધક-શિદ્ધિ પણ જોઈએ. વ્યાપક વહેવાર શુદ્ધ હોય તે જ સાધકનું શુદ્ધપણું ટકી શકે.
સાધક, સાધ્ય અને સાધન એ બધા કડીબદ્ધ છે. એક તૂટે તે બીજું તૂટે જ કે તેને ધક્કો લાગે. એટલે વેપાર, સંપ્રદાય, રાજ્ય, દરેક સ્થળે શુદ્ધિ જોઈતી હોય તે સર્વપ્રથમ તે સંસ્થાની શુદ્ધિ જોઈએ. આખા સમાજની શુદ્ધિ કરવામાં જૂની અને નવી સંસ્થાએ શુદ્ધ થવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com