SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ પણ દેખાડી. ઘણુ કહેશે કે અમારાથી તો એવું ન થઈ શકે ! પણ સ્વરાજ્ય બાદ માઉન્ટબેટનને વાયસરોય પણ આપણે જ બનાવ્યાને ! એટલે જ ભારતનું મૂળભૂત સત્ય એ છે કે બધા એક હતા–એક છીએ. અને એક સ્થળે જવાના છીએ તે આગળ આવે છે. પ્રકૃતિએ ભેદ પડયા છે પણ વિશ્વ વાત્સલ્ય માટે ભેગા થઈએ તો ઝઘડા માત્ર મટી જાય ! ભેગાં વાસણ અથડાય તેમ માણસે પણ અથડાય એટલે લડાઈ તો થાય જ પણ તેમાં પ્રેમ રાખીને લડે ! પ્રેમ તરત જ અસર કર્યા વગર નહીં રહે. એટલે જ જગતને ભારત પાસેથી મોટી આશા છે. જગતના બીજા ધર્મો પાસે સાધન-શુદ્ધિને આગ્રહ એક નવી વસ્તુ બને છે; બૌદ્ધ ધર્મ પાસેથી પણ તેની આશા ઓછી રાખી શકાય; ત્યારે હિંદુ ધર્મમાં આજે સંસ્કૃતિને જે મસાલો છે તે જગતમાં સત્યને પ્રકાશ પાથરવા માટે ઘણે છે. તેમાં પણ અહીં રહેતાં રહેતાં એમાં ઇસ્લામ-ખ્રિસ્તી વ. ધર્મનાં તો પણ આવી ગયાં છે. તેને મંત્ર એક જ છે કે “હું એક છું. બીજાં અલગ છે શરીર અને પ્રકૃતિથી એટલે અલગતાવાદ ન કેળવીને જ્યાં માર્ગ ફંટાય છે ત્યાં સમન્વય કરો અને તે માટે સાધનશુદ્ધિને આગ્રહ રાખે ! ડંખ કાઢી નાખીને લડો ! પૂર્વગ્રહને પરિહાર કરી બહુ ઝીણવટથી નિરીક્ષણ કરશો તો પિતાની ભૂલ સમજાશે. તેને સુધારશો તો સત્યાચરણ માટે સાધન-શુદ્ધિને તે આગ્રહ લેખાશે. એ ત્યારે જ થઈ શકે જ્યારે સાધ્ય અને સાધન શુદ્ધ હોવાની સાથે સાધક પણ શુદ્ધ હોય ! સાધકનું ખાનગી જીવન જુદું-જાહેર જીવન જુદું એમ હોય તે સમાજને વિશ્વાસ ન બેસે. સાથે જ તે સાધક જે કુટુંબ, વેપાર, સમાજ કે ધર્મ સંસ્થામાં કાર્ય કરે તે સંસ્થાઓ પણ શુદ્ધ હેવી જોઈએ. ત્યારે જ નૈતિક સંગઠને વડે તે સમગ્ર સમાજની શુદ્ધિ કરતું પરિસ્થિતિ પરિવર્તન પેદા કરાવી શકશે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy