SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ તે બાઈ બહુ શ્રદ્ધાળુ હતી; એકલી હતી. સાધુજીને વહેરાવતાં બાઈનું ધ્યાન ગયું કે તેમની આંખમાં કહ્યું છે અને તેથી લોહી વહે છે. બાઈએ પિતાની જીભ વતી તે કણું કાઢ્યું. એટલામાં તેની સાસુ આવી. કણું કાઢતાં, કપાળને ચાંદલો સાધુજીના કપાળે લાગી ગયો. તેમને વહુ પ્રતિ પહેલેથી ધર્મષ હતો જ. તેમાં આ નિમિત્ત મળી ગયું. સાસુએ તે તેને ઉઘડી લેવી શરૂ કરી : મુનિ ઉપર તેની સાસુએ આળ મૂક્યો. તેણે જેમ તેમ આક્ષેપ મૂક્યા. અને લોકો ભેગા થયા. પતિએ પણ આવીને બાઈને ગમે તેમ કહ્યું. બાઈને થયું કે ભલે મારું નામ ખરાબ થાય. પણ મારા ગુરુ અને પવિત્ર સાધુ ઉપર આક્ષેપ આવે તે સારૂં નહીં! એટલે તે ઉપવાસ આદરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે મને પરીક્ષામાંથી પાર ઉતારો! તેણે ઉપવાસ એટલા માટે જાહેર કર્યા કે પ્રાર્થના એકાગ્રતાથી થઈ શકે અને લોકોનાં મન પણ સાફ થાય. સમાજના મનમાં સાધુ પ્રત્યે, સ્ત્રી પ્રત્યે એવી ભાવના ન આવી જાય કે જેના પરિણામે અવિશ્વાસ આવી જાય. ક્ષત્રિય વિશ્વાસ પાત્ર છે, એનાથી વધારે વિશ્વાસ પાત્ર બ્રાહ્મણ છે પણ સહુથી વધુ વિશ્વાસ પાત્ર તો સાધુ છે. સાધુ-સેવક-બ્રાહ્મણ જ્યાં જાય ત્યાં રોકટોક નથી; ગમે ત્યાં જઈ શકે. આને વિશ્વાસ ભંગ થાય તો? સુભદ્રાએ ઉપવાસ સાચા કર્યા પણ કોઈ વિશ્વાસ કરતું નથી. અંતે એક પરીક્ષા આવે છે. ગામના દરવાજા બંધ થઈ જાય છે. ગેબી અવાજ થાય છે કે કોઈ સતી સ્ત્રી સૂતરના તારની ચાસણી વડે કુવામાંથી પાણી કાઢી દરવાજે છાંટશે તો તે ઉઘડશે. અદશ્ય બળ કેવું કામ કરે છે તે અહીં જોવાનું છે. સુભદ્રાએ કહ્યું કે મને તક આપે હું કરી જોઉં! સાસુએ મેં બગાડીને કહ્યું કે મોટી સતી સાવિત્રી થવા જાય છે ને...જા જોઈ લે ! સતી હેઈને સુભદ્રા ચાળણી વડે પાણી સીંચી શકે છે અને દરવાજો ઉઘડે છે! લોકો તેને જયજયકાર કરે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy