________________
તેનાં ચીર તમારે પૂરવાં જોઈએ અથવા રાજસભામાં આ અન્યાય ન થવા દેવો જોઈએ ! શ્રીકૃષ્ણ ભગવાન એટલા માટે કહેવાય કે તેમણે આ બધું કરી બતાવ્યું.
આવા પ્રસંગમાં સ્ત્રીએ ઘણીવાર અહિંસક રીતે તે ઘણીવાર હિંસક રીતે પણ સામનો કરી, પિતાનું શીલ બચાવવું જોઈએ. શુભા ભિક્ષુણી :
ભગવાન મહાવીર અને બુદ્ધના યુગમાં પણ શુભા ભિક્ષુણીને એક પ્રેરક પ્રસંગ છે. તે બૌદ્ધ ભિક્ષુણી એકાંત જંગલમાં જતી હતી. તે યુવાન તેમ જ સુંદર હતી. એક લંપટ માણસે તેને જાતા જોઈ અને તેની પછવાડે જવા લાગ્યા.
એકલતાને લાભ લઈ જ્યાં ઘેર જંગલ આવ્યું ત્યાં તેની આગળ આવીને ઊભો રહ્યો. શુભા ભિક્ષણીએ વિચાર કર્યો: “ભાગીશ તો નિર્બળતા ગણશે સામને કરીશ અને નહીં ટકું તો શીલ જશે !”
એટલે તેણે આચારની શકિત વધારી આંખનું ત્રાટકું કર્યું. પેલો લંપટ થોડી વાર તો અંજાયો. પણ, પાછો નફફટ થઈને ચાળા કરવા લાગ્યો. શુભાએ તેને પૂછવું : “ભાઈ ! તારી શી ઈચ્છા છે ! તને શું જોઈએ છે?”
ત્યારે તે લંપટે કહ્યું : “ તારી આંખ બહુ મોહક છે! મને તે બહુ ગમે છે. હું તેને આશક થયો છું !”
માણસ જ્યારે વિકારી બને છે ત્યારે તેને ધ્રુજારી છૂટે છે. તે વખતે કોઈ પણ સ્ત્રી ધારે તે તેને પાડી શકે પણ શુભાએ બીજી રીતે જ વિચાર્યું. તેને થયું કે મારી આંખના કારણે જ, મારે શિક્ષણ વેશ થતાં આને વિકાર થાય તે એ રૂ૫ શું કામનું ? તેણે પિતાના નખથી આંખને ડોળે બહાર કાઢીને કહ્યું : “લે ભાઈ! તને આ બહુ ગમે છે ને ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com