________________
પરાણે તેને દાસીના કપડાં પહેરાવવાં, રાણુના કપડાં ઉતારવા તલપ પાડ થતો હતો. દ્રૌપદીએ ત્યારે વિચાર્યું કે ભલે હું વેચાઈ પણ મારા શીલને તે કોઈને વેચવાનો અધિકાર નથી. તેણે સભા સામે પડકાર કર્યો ? નારી જાતિનું-સતીને જ્યારે અપમાન થાય ત્યારે તે વંશનો નાશ થયા વગર રહેતો નથી. કૌરને નાશ થયે; પણ તે વખતે તે શક્તિમાં હતા !
દ્રૌપદીના પ્રશ્ન અંગે સભામાં બેઠેલા બધા બ્રાહ્મણ, વડીલે; નીતિજ્ઞો વિચારમાં પડ્યા કે વેચાયેલી સ્ત્રીની લાજ લૂંટાતી હોય તે તેને બચાવવાનો અધિકાર ખરે કે નહીં? તેઓ એ ચર્ચા-વિચારણામાં રહ્યા અને દુઃશાસને ધોળે દહાડે ભરી રાજસભામાં અનાચાર આદર્યો !
દ્રૌપદીએ કૃષ્ણનું ધ્યાન ધર્યું. સભામાં કઈ સાધુ તે હતા નહિ બ્રાહ્મણોની ઉતરતી દશા હતી એટલે કોઈ ક્ષત્રિયે જાગવું જોઈએ. શ્રીકૃષ્ણ જાગ્યા. તેમણે ત્રણે બાજુની જવાબદારી અદા કરી! નવસો નવાણું ચીર પૂર્યા અથવા એમણે પ્રશ્નો પૂછયા. એટલે પેલા જવાબ આપતા અટકી ગયા. શીલ, સદાચાર અને વિશ્વાસના વાતાવરણથી તેમણે નવું મજુ ફેલાવી દીધું. વિકર્ણ અને દ્રૌણાચાર્ય તે સભા મૂકીને ભાગી ગયા સામું પણ ન જોઈ શક્યા. ભીષ્મપિતામહ અને બીજા વડીલો નીચું જોઈ ગયા. આંખ માંડે તે ટેકો મળી જાય. પણ આમ કરવાથી કામ પતતું નથી એટલે શ્રીકૃષ્ણ બોલ્યા વગર સક્રિય આચાર કરી બતાવ્યો ન ઠપકો આપે કે ન હિંસા કરી.
તેમણે અનુકંપાથી ઠપકો આપો. ક્ષત્રિયોને કહ્યું: “તમે ફરજ ચૂકયા છે. નહીંતર સ્ત્રીનું અપમાન જોઈ શકે નહીં !”
બ્રાહ્મણને કહ્યું: “તમારું બ્રહ્મતેજ શું કામનું, જે સદાચારનું રક્ષણ ન કરી શકે? હવે શું ભોંય ખેતરે છે ?”
વિકર્ણને કહ્યું “તમે નાશી છૂટયા! તમારી ફરજ શું હતી?”
આખી રાજસભાના ક્ષત્રિયોને કહ્યું કે ક્ષત્રિાનું કામ રક્ષણ કરવાનું છે. તેમાં પણ આ એક અબળા સ્ત્રી અને વળી રજસ્વલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com