________________
સ્થાનકવાસી સંપ્રદાયમાં સાધુને માટે મુંહપત્તી મોઢે બાંધી રાખવાની પ્રથા છે. તેને ઉસ્ય વિચારી મેં એમાં એક સંશોધન કર્યું. મુહપતી રાખવાને મુખ્ય ઉદ્દેશ તે સાત્વિપાતિક (ઉડતા સૂક્ષ્મ) જીવાણુઓ મેંઢામાં ન પેસી જાય તે માટે કપડું ધરવું એવું ભગવતી સૂત્રમાં વિધાન છે. પણ મેં બંધ હોય, મૌન હોય ત્યારે તે રાખવાની જરૂર નથી એવું મેં સંશોધન કર્યું.
તે વખતે અમદાવાદમાં મને એક ભાઈ મળ્યા. તેઓ કહે, “ તમે ક્યારે મુંહપત્તી કાઢી નાખી !”
મારે મૌન હતું એટલે તેમને જવાબ ન મળ્યો. તેમણે બહાર જઈને પ્રચાર કર્યો કે સંતબાલે મુંહપતી કાઢી નાખી છે. તેઓ ફરી મળ્યા ત્યારે કહે: “દેશવાસીઓને ઠીક લાગે તે માટે મુંહપતી બાંધતા લાગતા નથી.
મારે તેમને શું કહેવું? કેટલાક મને પૂછે છે: “તમે ચેલાએ કેમ નથી બનાવતા ?”
ત્યારે કહું છું: “ હું ગુર થવાને લાયક બનું! મારા ગુરને સંતોષ ન આપી શકું; ત્યાં સુધી મને એ અધિકાર નથી. જે સાચે શિષ્ય બને તેજ શિષ્ય કરી શકે! ”
પિતાના ધર્મમાં સંશોધન કરવાનો અધિકાર તે એ એ ધર્મવાળાને સહેજે મળી જાય છે. ત્યારે બીજા ધર્મોનાં તત્ત્વોને પણ વિવેકની ગળણીથી ગળી ગળીને અપનાવવાં જોઈએ.
(૪) અધર્મનો વિરોધ : ધર્મના નામે ચાલતું અધર્મ ગમે તે ક્ષેત્રમાંથી અહિંસક ઢબે દૂર થવું જ જોઈએ. દંભ અને જૂઠાણું ગમે તે ધર્મ સંપ્રદાયમાં ચાલતાં હોય તો તેમનું ખંડન કરી નિખાલસતા અને સચ્ચાઈને બહાર લાવવી જોઈએ. આ કડક રીતે થાય તે પણ સર્વ ધર્મોપાસનાને આંચ આવતી નથી, માત્ર એ જરૂરી છે કે ખાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com