________________
પણ ધર્મ બતાવી શકી નથી, કારણ કે દેશ, કાળ, પાત્ર પ્રમાણે સત્યમાં ફેરફાર થાય છે. એને લીધે જ દુનિયાના ધર્મોમાં આચાર (ક્રિયાકાંડ)ની દષ્ટિએ ફર્ક જણાય છે. પણ તેને સમન્વય વિવેકપૂર્વક થવા જોઇએ. એજ મૂળ ઉદ્દેશ્ય સર્વધર્મ-ઉપાસનાને છે, જે આ સત્યને પ્રકટ કરશે. સર્વધર્મ ઉપાસનાના મુદ્દાઓ
સર્વધર્મ ઉપાસના માટે નીચેના મુદ્દાઓ અનિવાર્ય છે –
(૧) સ્વધર્મ નિષ્ઠ : પિતાને વારસામાં, પરંપરાથી જે ધર્મ મળ્યું હોય તે ધર્મ પ્રત્યે, ધર્મક્રિયા કે ઉપાસના પ્રત્યે નિષ્ઠા રાખવી જોઈએ. બીજા ધર્મના આડંબ, પ્રભને અને પ્રસિદ્ધિ જોઈ, વેશાંતર, સંપ્રદાયાંતર કે રૂપાંતર નહીં કરવો જોઈએ.
(૨) અન્ય ધર્મો પ્રતિ આદરઃ બીજા ધર્મોનાં સારાં તો તારવવાં, સદાચારની વાતો ગ્રહણ કરવી અને ઉપાસના તેમજ ક્રિયાઓમાં સમન્વય સાધવો. દરેક ધર્મના મહાપુરૂષો અને સંતો પ્રત્યે આદર રાખ.
(૩) સર્વધર્મ સંશાધન: ધર્મના નામે પોતાના કે અન્યના ધર્મમાં જે અનિષ્ટો પેઠાં હોય; રૂઢિ અને અંધવિશ્વાસના જાળાં જામ્યો હોય તેને દૂર કરવાં જોઈએ. આદિપુરૂષાએ કહ્યું તેના ઊંડાણમાં ઊતરી તેનું રહસ્ય જાણું તે મુજબ વર્તાય તે જ વિકાસ થઈ શકે. ધર્મમાં દેશ-કાળ-ભાવ પ્રમાણે સંશોધન થયા વગર વિકાસ થઈ શકતો નથી.
આના અન્વયે વૈદિક ધર્મને દાખલો આપી શકાય. ત્યાં ધર્મના નામે ચાલતા યોમાં પશુઓ હોમાતા હતા. તેમાં જૈન અને બૌદ્ધ ધર્મોએ સંશોધન કરી યજ્ઞોને નવાં સ્વરૂપે મૂક્યાં. તેમણે પ્રચલિત વર્ણવ્યવસ્થાને પણ નવું સ્વરૂપ આપ્યું; આમ ધર્મ સાથે વહેવારને મેળ બેસા. ધર્મસશોધન કેવળ અન્ય ધર્મમાં કરવું એવું જ નથી; પિતાના ધર્મમાં પણ જે સંશોધન જરૂર હોય તે કરવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com