________________
છે. શીખને અર્થ શિક્ષિત તાલીમ પામેલે પણ થાય છે. તેને શિષ્ય પણ કહેવામાં આવે છે. મુસલમાનોના હદ બહારના જુમે પંજાબમાં વધી જતાં કેટલાક જવાન વીરેને તલવાર દ્વારા તાલીમ આપી પ્રતિકાર કરાવ્યો હત; લોકો મરણિયા થઈને ઝખ્યા હતા તે લોકે શીખ કહેવાય ! ધર્મ ઉપરથી તે આજે એક કોમ બની ગઈ છે, અને શીખધમ પાળે છે.
ઈસ્લામ ધર્મ કેવળ હિંસાની વાત જ કરે છે, એવું નથી, તેમાં કેટલાંક સુંદર ત છે. સૂફી વ. પથ અધ્યાત્મની આપણા જેવી જ વાત કરે છે, તેને વિશ્વબંધુત્વને સિધ્ધાંત ઘણે ઊંચે છે, જો કે ત્યાં પણ કેટલાંક કમી અને ઝનૂની તો છે ખરાં, પણ મુસલમાને સાથે ભાવ ભાવ બાંધો હોય તે તેમને પણ સાથે લેવા જોઈએ ગો-હત્યા અંગે ઘણું લોકો ખુબ ખુમ પાડે છે પણ જે તે ખરેખર બંધ કરાવવી હોય તે આપણને તેમનામાં ભળવું પડશે અને તેમને સાચી વાત સમજવી પડશે. તેઓ ભળશે એટલે કે તેમનાં અનિષ્ટ કે આવરણે સ્વીકારવા એવું કંઈ નથી. ખાન અબ્દુલ ગફારખાન; વગેરે જેવા ઘણું સારા મુસલમાન નેતાએ છે. આપણા ભાલ નળકાંઠો પ્રાયોગિક સંઘના પ્રમુખ શ્રી. ગુલામભાઈ રસૂલભાઈ કુરેશી ઇસ્લામી છે છતાં તેમને સર્વ ધર્મ પ્રત્યે સભાવ છે. ગાંધીજીનાં ચુસ્ત અનુયાયી છે. એક બાજુ કુરાનનો અભ્યાસ કરનાર ' અને બીજી બાજુ સ્વરાજ્ય માટે જેલમાં જનાર છે. એક બાજુ ગુજરાતમાં તેફાને શાંત કરવા માટે શુદ્ધિપ્રયોગમાં આઠ ઉપવાસ કરનાર અને બીજી બાજુ જૈનધર્મની સાથે આત્મીયતા સાધવા માટે પર્યુષણમાં અઠાઈ જૈન વિધિ પ્રમાણે કરે છે. જેને સાથે આત્મીયતા કેળવવા માટે પર્યુષણમાં રસ લેતા હોય છે.
આ ઉપરથી સમજી શકાય છે કે જે એક ઇસ્લામી જૈનધર્મની સાથે આત્મીયતા ધરાવી શકે છે, તે એક જૈન પણ ઇસ્લામ ધર્મની સાથે આત્મીયતા ધરાવી શકે છે. આ અંગે કોઈએ વેશ, ધર્મ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com