________________
અસાધારણ વ્યકિત હતા પણ તેમણે કેવળ વૈદિક ધર્મને પકડ્યો. અને તેના મેહના કારણે તેમણે અનેક ધર્મોનું ખંડન કર્યું. પરિણામે તેમની સારામાં સારી વાતો પણ ઢંકાઈ ગઈ. એટલે જ સર્વધર્મ સમન્વય ભાવ તો હેવો જ જોઈએ. દરેક ધર્મનો ઇતિહાસ તપાસશું તે તેમાં આવું સમન્વય તત્વ જરૂર દેખાશે. હિંદુસ્તાન અને ધમસમન્વય :
હિંદુસ્તાનના ખમીરમાં તો આ સમન્વયવાદ કે સ્યાદવાદ પડેલો જ છે. અહીં જેટલા ધર્મો, જાતિઓ, સંસ્કૃતિઓ અને ભાષાવાળા લોકો આવ્યા છે. હિંદે તેમને પચાવ્યા છે. તેમની સાથે સમન્વય સાધ્યો છે.
એક વખત સ્વામી વિવેકાનંદ જ્યારે હિંદ બહાર ફરતા હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું: “તમે અદ્વૈતવાદની મોટી મોટી વાતો કરે છે ખરા; પણ તમારા હિંદુસ્તાનમાં શું છે ?
સ્વામીજીએ ઉત્તર આપે : “અમારા હિંદુસ્તાનમાં એક વિશેષતા મેરી છે કે અમે બધા ધર્મની મહત્તાને આવકારીએ છીએ. અમારે ત્યાં કોઈ પણ પ્રકારને આગ્રહ સેવાતો નથી.”
વાત પણ એમજ છે કે અહીં યહૂદી, પારસી, ફિરંગી, ઇસ્લામી જે કોઈ આવ્યા તેમને તેમના ધર્મો પાળવા દેવામાં આવ્યા છે અને ધર્મોના સારાં ત ભારતે અપનાવી લીધાં છે. આ સમન્વય કરી લેવાની જબર્દસ્ત શકિતના કારણે દુનિયાના બધા ધર્મોની અસર આજે એક યા બીજા ઉપર પડી છે. ઊંડાણથી જોવા જશું તે બધા ધર્મોમાં સમન્વયનું તત્ત્વ વધારે છે; વિરોધનું ઓછું.
સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં ચંદ્રમાના આધારે તિથિ ગણવામાં આવે છે. પંચાંગની તિથિ ચૌદસ હોય પણ ચંદ્રતિથિ પૂનમ હોય તે તે મુજબ ગણવામાં આવે છે. મુસલમાને પણ એમ ગણે છે. મૂતિને પૂજનારા ઈસાઈઓ, હિંદુઓ; જેને બૌદ્ધોમાં છે; તેમ નહીં માનનારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com