________________
જમણ લિજ્જતદાર લાગે એટલું જ નહીં તે પાચક, આરોગ્યદાયક અને રૂચિકર બને છે. તેમ બધા ધર્મોના પરસ્પર સહકારથી, સમન્વયથી, બધા ધર્મોની જનતાને અને પિતાને લાભદાયક અને શાંતિપદ બને છે.
એટલા માટે જ મેં સર્વ ધર્મ મંદિરની કલ્પના મૂકી હતી. આમ તે સ્વામી સત્યભક્તજીએ સર્વધર્મમંદિર વર્ધામાં બનાવ્યું છે. મારી કલ્પના તેના કરતાં થોડીક ભિન્ન છે. એક ગોળ ઓરડાવાળું મકાન હેય. તેમાં જુદા જુદા ઓરડામાં જુદા જુદા ધર્મના સાધકો રહેતા હેય. તેમની પાસે પિતાની ધર્મોપાસના–ધર્મક્રિયાની સામગ્રી હેય, દરરોજ સવારે–સાંજે બધા સાથે બેસે અને સર્વ ધર્મની પ્રાર્થના કરે. સર્વધર્મોપાસનાને અસરકારક રીતે સક્રિય કરવા માટે આ એક વિચાર છે. જે વહેવારૂ પણ છે. એક જ ઘરમાં દાળ, ભાત, રોટલી, શાક ખાવાને જે આનંદ છે તે અલગ અલગ ઘરે જઈને એક એક વાનગી ખાવામાં નહીં મળે. એવી જ રીતે જુદા જુદા ધર્મોપાસનાગૃહમાં જઈને જુદી જુદી આધ્યાત્મિક સામગ્રી લેવામાં અરૂચિ અને કંટાળો આવે તેમજ અગવડ પણ વેઠવી પડે. ત્યારે આવા સર્વધર્મ મદિરમાં બધા ધર્મોની આધ્યાત્મિક સામગ્રી અને પ્રેરણું સરળતાથી શીધ્ર અને સ્પષ્ટ રીતે મળી શકશે.
ઘણા કહેશે કે આ તે બધા ધર્મોને ભેળવીને ખીચડે કરી નાખ્યો. તેમાં સ્વાદ આવવાને હતો? ત્યારે એમ કહી શકાય કે આ કંઈ નવું નથી. દરેક ધર્મ આવાં સમન્વય તોથી સભર જ છે. શિવ અને વિષણુ, અંબા અને કાળી. આમ પરસ્પર વિરોધાભાષ આપનારા દેવ-દેવીઓને પૂજીને એકી સાથે શાંતિથી હિંદુઓ બેસી શકે છે તે હિંદુ ધર્મમાં રહેલ સમન્વય-તત્વને આભારી છે. આ બધાને મેળ સાધીને હિંદુ ધર્મે એક સંસ્કૃતિને જન્મ આપે, ત્યારે જ દેશમાં શાંતિ ફેલાઈ છે.
કયારેક આ સમન્વયની ઉપેક્ષા રાખીને કામ કરવામાં આવે છે. તેથી સારામાં સારા કાર્યનું મૂલ્યાંકન ઘટી જાય છે. દયાનંદ સરસ્વતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com