________________
૨૫૫
પ્રતિકારાત્મક ભાગમાં તપ વગેરે આવશે. આવું જે સર્વધર્મોનું એક વ્યાસપીઠ પર મિલન થાય તે ઘણું મેટું કામ થશે.
આના પરિણામે કરણ અને સેવાવાળા ધાર્મિક સંઘોને રાહત ઉપરાંત ક્રાંતિની દૃષ્ટિ મળે; આજે જે કાંઇ ખાં નોખાં ધાર્મિક સંગઠને છે તેમની સાથે પણ આ રીતના સંબંધ બંધાતા તેમને પણ માર્ગદર્શન મળે અને માર્ગનુસારી સંગઠનને પણ સહેજે ચાલના મળી જાય. જો કે સામાન્ય જનસમાજનાં સંગઠને, સીધા વ્રત જીવનને ન પકડી શકે, તે સત્ય અને અહિંસાની દિશામાં તેમનું ઘડતર આગળ ; વધે અને તેથી રાજ્ય અને પ્રજા, બંનેનાં વિવિધ ક્ષેત્રે ઉપર તેમને પ્રભાવ તે પડે જ. આમ સાધુસંસ્થા આ ભગીરથ કાર્યમાં અગ્રેસર બની શકે એ વિષે વધારે કહેવાની જરૂર નથી.
સાધુસંસ્થાને પાયે આધ્યાત્મિક હેય, અને બીજી વિદ્યાઓ પણ એના જીવનમાં વણાઈ જાય, અને તેવી સાધુસંસ્થા, આ બધી સંસ્થાઓ દ્વારા પ્રયોગ કરાવે. આ પ્રયોગનાં એક ભાલ નળકાંઠા પ્રદેશ જેવા ભલે માંડ શરૂઆતમાં જિલ્લા કે તેથીયે નાના વિસ્તારમાં હેય. આમ પ્રયોગ કરનારા કેન્દ્રો, માર્ગાનુસારી સંગઠન, સાધુ પરિષદ અને આ બધોની સંકલન સમિતિ, આ ચાર અંગો દ્વારા વર્તમાન યુગે સક્રિય પ્રયત્ન થાય તે સર્વધર્મ સમન્વય આપોઆપ સક્રિય રીતે થાય અને પૂર્વગ્રહ રહિત સક્રિય પ્રયત્ન થાય તે પ્રભાવ ખૂબ વધી જાય.”
શ્રી. પુજાભાઈ: “સર્વધર્મ સમન્વય માટે મારા નમ્ર મતે બહુ અભ્યાસની જરૂર છે. તેના કરતાં તે અહિંસાના વ્યક્તિગત અને સામુદાયિક ઝીણવટભર્યા આચરણની જરૂર છે. વિશ્વમાં માનવ માનવ વચ્ચે જ નહીં, પણ પ્રાણીમાત્ર પ્રત્યે પોતાપણું રાખે તેજ ધર્મનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com