________________
૨૫૪
ચર્ચા-વિચારણા સમન્વય માટેની બે ચતુષ્ટયી
શ્રી. માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું; સર્વધર્મ સમન્વય માટે દરેક ધર્મના આચાર્યો, મુમુક્ષુઓએ કેટલાક ગુણે ખીલવવા પડશે. આ માટે બે ચતુષ્ટયી જરૂરી છે – (૧) સાધના ચતુષ્ટયી અને (૨) કાર્ય ચતુષ્ટયી.
સાધના ચતુષ્ટયીમાં (૧) પૂર્વગ્રહ પરિહાર, (૨) સત્યાગ્રાહી વૃત્તિ (૩) વૈજ્ઞાનિક ચિંતન-વાસ્તવિક્તા અને ચિંતનને મેળ પાડવો. પિતે સમજે તે બીજાને આચરણ દ્વારા સમજાવવું; (૪) અનાગ્રહવૃત્તિ એટલે કે પિતાને જે સત્યલક્ષી મૂલ્ય તારવ્યાં છે તેને આગ્રહ ખરા, પણ વટાળવૃત્તિ નહીં. આ ચતુષ્ટયીથી બધા ધર્મોના ગુરુઓ અને અનુયાયીઓ સાવ નજીક આવી જ જશે.
કાર્ય ચતુષ્ટયામાં (એટલે કે સામાજિક આચાર માટે) (૧) સદાચાર સેવન, (૨) સંયમલક્ષી જીવન, (૩) સક્રિય શાંતિને પ્રયત્ન-કેવળ ઉપદેશાત્મક નહીં, પણ રચનાત્મક, અને (૪) મૂલ્ય સંશોધન જેમાં એ સંશોધન પણ ક્રિયાત્મક હોવું જોઈએ.
આજે જે વ્યવસ્થા ગૂંથાઈ ગઈ છે તેને ઠેકાણે પાડવાનું કાર્ય બધા ધર્મોએ જ કરવું પડશે. આ પ્રક્રિયાને સમાજ વ્યાપી બનાવવા બે પ્રકારના કાર્યક્રમ આપવા પડશે. (૧) રચનાત્મક (૨) પ્રતિકારાત્મક, રચનાત્મકમાં સહકારી પ્રવૃત્તિથી માંડીને લવાદી પ્રથા તથા સાહિત્ય વગેરે બાબતે આવશે તેમ સાહિત્ય પણ આવશે તે બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com