________________
૨૪ર
એ કામ કોણ કરી શકશે? એ માટે આપણું દષ્ટિ ધર્મગુરુઓસાધુ સંસ્થા ઉપર ઠરે છે કારણકે સાધુપુરો વિશ્વકુટુંબી હેઈ ક્રાંતિ અને નવાં મૂલ્યોની સ્થાપના બલિદાન આપીને કરી શકે. એનું અવસાન થઈ જાય તે કઈ રડતું નથી પણ અંતરમાં સહુને દુઃખ થાય એ સ્વાભાવિક છે. સાધુ દીક્ષિત થયા પછી એક નાનકડા કુટુંબને મટીને મહાસમાજને બની જાય છે. પણ, દુઃખની વાત એ છે કે આજે સાધુ-સન્યાસીઓ દીક્ષા લીધા પછી પણ નાના નાના વર્તુળ અને વાડામાં પૂરાઇ જાય છે અને વિશ્વના પ્રશ્નોમાં તેઓ સક્રિય વિચારતા નથી. એટલે જ આજે વિશ્વના વિવિધ ક્ષેત્રમાં ધમની અસર નથી; કાં તે બહુ જ થોડી છે. જગતમાં ધર્મની વ્યાપક અસર ફેલાવ્યા વગર માનવસમાજને સુખશાંતિ નહીં મળે. સાથે જ ધર્મ કે ધર્મ-ગુરુઓનું પણ મહત્વ નહીં રહે. એટલે જ સર્વ ધર્મના સાધુઓએ ભેગા મળીને સર્વધર્મ સમન્વય સાધી, સર્વધર્મ ઉપાસનાની વ્યાસપીઠ ઉપર દુનિયાને એક કરવી પડશે. તે માટે કદાચ થોડો ભોગ આપવો પડશે કે ડુંક ત્યાગવું પણ પડશે. | સર્વધર્મ ઉપાસનાના મુદ્દા માં જગતના પાંચ ધર્મો અંગે વિચારણા કરી –(૧) ખ્રિસ્તી ધર્મ, (૨) ઈસ્લામ ધર્મ (૩) હિંદુ ધર્મમાં વૈદિક ધર્મ, (૪) બૌદ્ધ ધર્મ અને (૫) જૈન ધર્મ. આમ તે બૌદ્ધ ધર્મ હિંદુ ધર્મની એક શાખા રૂપે છે પણ તેને પ્રચાર હિંદ બહાર થશે હેઈને તેને અલગ સ્થાન આપ્યું છે. હિંદુ ધર્મમાં વૈદિક ધર્મ અને જૈન ધર્મ આવે છે. આજે સંખ્યામાં જેને ભલે ઓછા હેય, પણ જૈન ધર્મમાં વિશ્વધર્મ બનવાની તાકાત છે, તેની પાસે અત્યંત ઘડાયેલી સાધુ સંસ્થા છે; તેમજ જીવન ધર્મની સૂક્ષ્મ સમજણ છે. જો કે આજે તેના અનુયાયીઓનું આચરણ ઘણું સંશોધન માગી લે છે. એવી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com