________________
[૧૭] જગતના ધર્મોનો સમન્વય આપણે સર્વધર્મ ઉપાસનાના અન્વયે બધા ધર્મો ઉપર વિચાર કરી રહ્યા છીએ. જ્યાં સુધી આપણે વિવિધ ધર્મોને તેમના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની અપેક્ષાએ નહીં સમજીએ ત્યાં સુધી સર્વધર્મ ઉપાસના ન થઈ શકે. આજે જગતને જે એક કરવું હોય, હૃદયથી નજીક લાવવું હોય તે તે કામ ધર્મ સિવાય થઈ શકશે નહીં. જો કે રાજ્યની વ્યાસપીઠ ઉપર દુનિયાને એક કરવાનું કામ તો થઈ રહ્યું છે પણ તેને આધાર કાયદે અને દડ છે એટલે એ એકતા હિંસા, ભય કે ધમકીથી ઉપર ઉપરની થશે. પણ અંતરથી નહીં થાય. દંડને કાયદો ગમે તેટલો સાર હોય તો પણ અનુભવના અંતે એમ લાગે છે કે કેવળ માનવજાતિજ નહીં, જગતના પ્રાણીમાત્રને અહિંસા. વાત્સલ્ય, કે પ્રેમનાં ત દ્વારા જ નજીક લાવી શકાય છે. માનવ જગતમાં આ રીતે જ સ્થાયી એકતા સ્થાપી શકાય. માનવ સમાજને ભય, લાલચ, દંડ કે પ્રલોભન નહીં ખેચી શકે પણ પ્રેમ, સત્ય, ન્યાય અને અવ્યક્તબળ વગેરે ખેંચી શકશે એને વ્યાપક રૂપ આપવું હોય તો તે ધર્મ દ્વારા જ આપી શકાશે.
એટલા માટે જ આપણે સર્વધર્મ સમન્વય સાધીને સર્વધર્મ ઉપાસના કરવાનું સૂચવીએ છીએ. એમાં મુશ્કેલીઓ છે તેમાં આવેલી વિકૃતિઓ અંધશ્રદ્ધા કે રૂઢિઓ એને સાફ કરવામાં આવે તો માનવ સમાજ ધર્મની વ્યાસપીઠ ઉપર એક થઈ શકે અને વિશ્વમાં સુખશાંતિ પ્રસરી શકે એટલા માટે જ ધર્મના પાયા ઉપર દુનિયાની રચના કરવા ઈચ્છીએ છીએ. લોકશાહી પણ ધર્મના પાયા ઉપર હોય તો તે નીતિ, લક્ષી અને લોકલક્ષી બની શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com