________________
૨૩૮
ભાઈએ કહ્યું તેમ પાયા અને ચણતર વગર તે ટકી શકે નહીં. આ દષ્ટિએ સંતબાલજીના સૌ આભારી છીએ કે તેમણે જે સર્વધર્મ સમન્વય આચરી ન બતાવ્યા હતા તે આપણે જૈન ધર્મની મૂળ ખૂબીઓ શી રીતે જાણત? ચલાલાવાળા ખાદી કાર્યાલયના ભાઈ નાગરદાસ કહેતાઃ “દાતણ કાપીને બાવળની ક્ષમા માગજો.” આ વાત અહીં શિબિરમાં આવ્યા બાદ સ્પષ્ટ સમજાય છે. અહિંસાની આટલી ઝીણવટ જતાં અને સાંભળતાં એકેદ્રિય કે એવાં બીજાં જીવજંતુઓની અણસમજે કે અધૂરી સમજે જે હિંસા થાય છે તે આજે ખૂબ સાલે છે. બાપુને અહિંસાની ઝીણવટભરી ભેટ જૈન ધર્મ જ આપી છે. કોઈ ડોક્ટરે બાપુ પાસે દલીલ કરી : “બાપુ હિંસા રોમેર પડી છે ત્યાં આપની અહિંસાની વાત કોણ સાંભળશે ?”
બાપુએ સ્પષ્ટ કહ્યું: “માણસ માત્રમાં હિંસારૂપી શેતાન જેટલો છે તેના કરતાં અહિંસારૂપી ભગવાન ભેટ છે. આ રીતે જોતાં માણસ સ્વભાવે હિંસક નહીં પણ અહિંસક છે. હિંસા તે દુષ્ટ અસરને લીધે તેનામાં આવે છે. માણસને રોજનો કે મતના મોટા ભાગને વહેવાર અહિંસાથી જ ચાલે છે. તેનું એ સેનું છે. માટી એ મારી છે. માનવી સેનું છે. હિંસાની માટીમાં તે ગમે તેટલો ગરક થયો હોય છતાં પિતાને અહિંસક સ્વભાવ ચૂકતો નથી.” આ વાત સાચી છે. કૂરમાં ફર માણસ પણ અહિંસક માનવી આગળ તરત અહિંસક બનતે અનુભવાય છે. જૈન ધર્મની મૂળભૂત ખૂબીઓમાંથી જગતને મળેલી અહિંસાની ભેટ માટે દુનિયા સદા સણું રહેશે.” છે જેને સંશોધન કરે :
* શ્રી. સુંદરલાલઃ “હું જૈન છું. સત્યની દષ્ટિએ મારે એકરાર કરવો જોઈએ. આજના મોટા ભાગના જૈને કોથળામાં પાંચશેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com