________________
૨૧૯
રમણ કરવા માટે વહેવારિક તો બતાવ્યાં છે-અહિંસા, સંયમ અને તપ. આ ત્રણે શબ્દો ઘણીવાર સાંભળવા છતાં, અતિ પરિચિત્ત થઈ જતાં તેના ઊંડાણમાં જવાનું ધ્યાન થતું નથી. એટલે આપણે ધર્મ તત્વના ઉપર ઉપરના ખામાં તે ફરતા રહીએ છીએ. રમણ કરવું એટલે ફરવું-ઉપર ઉપર રમ્યા કરવું તેને દ્રવ્ય રમણ કહેવાય. તે ભાવરમણ નથી. ભાવ રમણ એટલે તત્વના ઊંડાણમાં ઉતરી સારને પ્રાપ્ત કરી તે મુજબ જગતના બધા ચૈતન્યો સાથે રમણ કરવું તે છે.
આત્માને ચૈતન્ય સાથે રમશું કરવું એ સ્વભાવ છે અને તેના માટે અહિંસા એ પહેલું સાધન છે. અહિંસા તત્ત્વ અંગે પણ દ્રવ્ય અહિંસા સુધી જ તેને અમલ જોવા મળે છે પણ ભાવ-અહિંસા તરફ દુલક્ય જ દેખાય છે. અહિંસાનું સ્વરૂપ ઉદારતાથી વિચારાયું નથી. ઉદારતા આવતા માનવ વિશાળ બનવા પ્રેરાય છે. સર્વપ્રથમ તેની સમક્ષ માનવ જાતિઓ આવે છે અને ત્યાર પછી સમષ્ટિ આવે છે. જૈન ધર્મો જે ધર્મનું સ્વરૂપ બતાવ્યું છે તેમાં વિશ્વ ચૈતન્ય સાથે રમણ કરવાના અથે સમષ્ટિ સુધીની આત્મીયતા એકતા સાધવાનો પ્રયાસ કર્યો છે. એણે પૃથ્વીમાં છો કહ્યા છે. ધરતીના પેટાળમાં અને ધરતીના કણમાં અવ્યકત ચૈતન્યવાળા જીવો છે, એથી જ એ માટીમાં શિલાઓ વૃદ્ધિ પામે છે, પૃથ્વી ખાતર આપવાથી ફળદ્રુપ બને છે. પાણીના પ્રત્યેક બિંદુમાં છો કહ્યા છે. સૂક્ષ્મદર્શક યંત્ર વડે જેવાથી અને હવે તો વિજ્ઞાન પણ કહે છે તેમ એક ટીપામાં ૩૬૦૦૦ થી વધારે જંતુઓ જોવા મળશે. વાયુમાં પણ છવો છે. અગ્નિમાં પણ સજીવતા છે. વનસ્પતિની સજીવતા તે વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બસુએ સિદ્ધ કરી બતાવી છે. આમ પણ વાતાવરણમાં રહેલ જંતુ ( germs)ને વેજ્ઞાનિક સિધ્ધાંત દરેક પદાર્થમાં જીવો બતાવે જ છે. આ બધા ચિતો સાથે આત્મરણ કરવું તે ધર્મને સ્વભાવ છે; આત્માની પ્રક્રિયા છે. ? (૧) અહિંસાનું વ્યાપક ક્ષેત્ર:
ચૈતન્ય સાથે આત્મ રમણ કરવા માટે વહેવારમાં જે પહેલું તત્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com